Abtak Media Google News

ભારે તીવ્રતાના ભૂકંપ બાદ પણ સુનામીનો કોઈ ખતરો નહીં હોવાથી હાશકારો!!

ન્યુ કેલેડોનિયાના ફ્રેન્ચ પ્રદેશમાં લોયલ્ટી ટાપુઓની દક્ષિણપૂર્વમાં શનિવારે 7.1 તીવ્રતાનો ભયાનક ધરતીકંપ આવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી.

યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપ આશરે 36 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના બ્યુરો ઓફ મીટીરોલોજીએ ભૂકંપ બાદ જણાવ્યું હતું કે સુનામીનો કોઈ ખતરો નથી.

આ પહેલા 19 મેના રોજ 7.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર લોયલ્ટી ટાપુઓની દક્ષિણ-પૂર્વમાં છ માઈલની ઊંડાઈએ હતું.  ત્યારબાદ, વનુઆતુ, ન્યુઝીલેન્ડ, ફિજી અને અન્ય પેસિફિક ટાપુઓ માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.  આ વિસ્તારમાં હંમેશા ભૂકંપનો ભય રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.