કોઈ જાન-માલને નુકસાની નહીં થયાની મેક્સિકોના મેયરની ધરપત
અબતક, નવી દિલ્લી
ગુરુવારે વહેલી સવારે મેક્સિકોમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તીવ્ર ભુકંપને લીધે મેક્સિકો સિટીમાં ઇમારતો ધ્રુજી ગઈ હતી અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ પૂર્વે સોમવારના રોજ પણ ભયાનક ભુકંપનો આંચકો નોંધાયો હતો જેમાં કંપનથી બે લોકોના મોત થયા હતા અને દેશમાં સેંકડો ઇમારતોને નુકસાન થયું.મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શેનબૌમે તેના થોડા સમય પછી ટ્વિટર પર જણાવ્યું હતું કે શહેરમાં નુકસાનના કોઈ પ્રારંભિક અહેવાલો નથી.ભૂકંપ જે યુએસ જિયોલોજિકલ સર્વેએ સૌપ્રથમ 7.0 ની તીવ્રતા પર માપવામાં આવ્યો હતો, તે 20.7 કિમી (12.9 માઇલ)ની ઊંડાઇએ નોંધવામાં આવ્યો હતો, જે સોમવારના ભૂકંપ કરતા થોડો ઊંડો હતો. સોમવારે 1985 અને 2017 માં ઘાતક ધરતીકંપોની વર્ષગાંઠના દિવસે પશ્ચિમ મેક્સિકોમાં 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં પેસિફિક બંદર મંઝાનિલોમાં બે લોકો માર્યા ગયા હતા.