સન ફાસ્ટ કિસકો થી 345 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપના આજકાઓથી વીજપોલ ધરાસાયી :અનેક મકાનો ખળભળી ગયા :લોકોમાં અજ્ઞાત ભયનો માહોલ
અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપ 6.4ની તીવ્રતા માપવામાં આવી છે. પ્રારંભિક તબક્કે મેળવવામાં આવેલા અહેવાલોના રિપોર્ટ અનુસાર, ભૂકંપ ઉત્તર કેલિફોર્નિયાના એક ગ્રામિણ વિસ્તાર ફેરનડેલની નજીક કેન્દ્રબિંદુ ધરાવે છે અને આસપાસના મોટાભાગના વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. જે સાન ફ્રાન્સિકોથી લગભગ 345કિલોમીટર એનડબલ્યુ અને પ્રશાંત કિનારા નજીક છે.
આ ભૂકંપને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચાલુ વિજ લાઇનના પોલ ધરાશાઈ થઈ ગયા છે અને અનેક જગ્યાએ લાઈન કપાઈ ગઈ હોવાથી સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા 70,000 ઘરો અને સંકુલોનાના વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે. આ ભૂકંપને કારણે ઘણા મકાનને નુકસાન પહોંચાડ્યું છે.
આ સાથે બે લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક તબક્કે હજુ આવ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની વિગતો મેળવાય રહી છે સનફ્લાસ કિસકો પ્રશાસન માટે વીજળી અને પાણીનો પુરવઠો અને જીવન જરૂરી સેવાઓ બહાર રાખવાનો એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે 70.000 થી વધુ ઘરોમાં વીજળી બંધ કરી દેવાતા બ્લેકઆઉટ તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર કેન્દ્રો હોસ્પિટલો ફૂડ ચેન અને જ્યાં24કલાક વીજળીની જરૂર પડતી હોય તેવી વ્યવસ્થા ખોરંભેપડી ગઈ છે