ભૂકંપનું કેન્દ્ર પોર્ટ બ્લેરથી 126 કિમી દક્ષિણપૂર્વમાં હતું
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં શુક્રવારની મો્ડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 આંકવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શનિવારે સવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પોર્ટ બ્લેર નજીક 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
મળતી માહિતી મુજબ અંદામાન અને નિકોબારમાં મોડી રીતે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પોર્ટ બ્લેરથી 126 કિમી દક્ષિણપૂર્વ)માં હતું. મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ સપાટીથી 69 કિલોમીટર માપવામાં આવી છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી છે કે ગઈકાલે બપોરે 12:53 વાગ્યે આંદામાન ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.