- ખાવડાથી 47 કિમી દૂર વેસ્ટ સાઉથમાં કેન્દ્રબિદું નોંધાયું
કચ્છની ધરા આજે વધુ એકવાર ધ્રુજી છે. આજે સવારે 3 વાગીને 54 મિનિટે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર તાલુકા મથક ખાવડાથી 47 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું. ભૂકંપના 4ની તીવ્રતાના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભારે આંચકો અનુભવાતાં લોકો ગભરાઇને ભર નિદ્રામાંથી સફાળા જાગી ગયા હતા. ગાંધીનગર સ્થિત સિસમોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે, કચ્છના ખવાડામાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી 47 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું અને પાંચથી છ સેક્ધડ સુધી આંચકો અનુભવાયો હતો.પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. સામાન્ય રીતે પ્લેટો વચ્ચેની ધ્રુજારી આપણે અટકાવી શકતા નથી, પરંતુ હા ભૂકંપથી થતી નુકસાનીને રોકી શકાય છે. જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું તેમજ જરૂરી ગાઈડલાઈનને અનુસરવું જરૂરી છે. કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં નાના મોટા કંપનનો દોર યથાવત રહ્યો છે. તો વર્ષ 2015માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છની ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચનાઓ આપવામાં આવી હતી.