છેલ્લા 10 દિવસમાં કચ્છમાં 15થી વધુ ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ
રાજ્યમાં વરસાદે તો વિરામ લઇ લીધો છે પણ ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 4:04 કલાકે કચ્છના દુધઇથી 10 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું ત્યારબાદ આજે મોડી રાતે કચ્છના દુધઇથી 9 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્વબિદું નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને વહેલી સવારે 3:53 કલાકે કચ્છના ભચાઉથી 20 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા 10 દિવસમાં કચ્છમાં 15થી વધુ ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે આ આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.