સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. છેલ્લા 12 કલાકની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ  ભૂકંપના કુલ પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.

છેલ્લા 12 કલાકમાં દુધઈ, ભચાઉ અને રાપરમાં કુલ પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે કચ્છના દુધઈથી 10 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 6:52 કલાકે દુધઈથી 21 કિમી દૂર  2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.  તેની બે મિનિટ બાદ જ 6:54 કલાકે કચ્છના ભચાઉથી 28 કિમી દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.  મોડી રાતે 1:25 કલાકે દુધઈથી 25 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. વહેલી સવારે 4:03 કલાકે કચ્છના રાપરથી 8 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.