૭૧ ડિઝાઈનરો દ્વારા ચણીયાચોલી, ડિઝાઈનર ડ્રેસ, એથનીક, ટ્રેડિશનલ, ઈન્ડોવેસ્ટર્ન, કંજરી, કચ્છી વર્કની વિવિધ આઈટમો.
રાજકોટની ઠાકર હોટલ ખાતે વેડવેસ્ટ એક્ઝિબિશન યોજાયું હતું જેમાં જયપુર, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઈન્દોર, બરોડા, કોલકતા સહિતના શહેરોના કુલ ૭૧ ડિઝાઈનરોએ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો. આ એક્ઝિબિશનમાં ચણીયાચોલી, એકસકલુઝીવ ડ્રેસ, મટીરીયલ્સ, ડિઝાઈનર સાડી, પર્સ, કુર્તી અને વેસ્ટર્ન આઉટ ફીટ, રેડીમેઈડ ડિઝાઈનર બ્લાઉઝ, જવેલરી બેગ, ફુટવેર, ફેશન એસેસરીઝ વગેરે આઈટમ જોવા મળી હતી. રાજકોટની ફેશનપ્રિય જનતાએ બહોળી સંખ્યામાં આ એક્ઝિબિશનનો લાભ લીધો હતો.
અમદાવાદથી પધારેલા સ્મિત ગજ્જરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની જનતા માટે તેઓ કોટનમાં પ્લીન અને પ્રિન્ટેડ બ્રાઉઝ અને ચણીયાઓની વેરાયટી લાવ્યા છે જે ફુલ જોડી ૧૦૦૦ની કિંમતમાં મળી રહે છે. ઉપરાંત કલમકારો સ્ટાઈલમાં પણ અહીંયા વેરાયટી મળી રહી હતી. ખાસ તો હાલમાં જે યંગસ્ટરની ડિમાન્ડ હોય તે પ્રકારની વસ્તુ એક્ઝિબિશનમાં રાખવામાં આવી હતી. ઉપરાંત યુવાનો માટે ઈન્ડોવેસ્ટન સ્ટાઈલ પણ મળી રહે છે. સિમ્પલ સોબર અને ટ્રેડિશનલ લુક પણ મળી રહે છે.
સ્મીત ઠકકરનાં વાઈફ અને ડિઝાઈનર ઝીલ ઠકકરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ૨૦૧૨ થી તેમણે ડિઝાઈનર તરીકેના કુરિયરની શરુઆત કરી હતી. નવરાત્રી માટે ગામડી ટ્રેડીશનલ વસ્તુ અને કોટનનું કોમ્બીનેશન કરી ચણીયાચોળી લાવ્યા છે. ખાસ તો તેઓ ચણીયાચોલી માટેનો એક નવો ક્ધસેપ્સ્ટ લાવ્યા છે. એલઈડી નવરાત્રી તેમની એક સ્પેશ્યાલીટી છે. આ ઉપરાંત તેઓ કંજરી લાવ્યા છે. કંજરી એટલે કુલ કચ્છી વર્ક વાળુ લાંબુ બ્લાઉસ કે જે સ્પેશ્યલ કચ્છમાં ક્રાફટવર્ક તરીકે બનાવવામાં આવે છે.
આદ્યા જવેલર્સના વેપારીએ જણાવ્યું કે, તેઓ રાજકોટની જનતા માટે એન્ટીક જવેલરી, ડાયમંડ જવેલરી, ગ્રામ જવેલરી, એડીસીટીંગ જવેલરી, હાલમાં લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ખુબ જ સારું ઓકસોડાઈઝ કલેકશન પણ લાવ્યા છે. જેમાં નેકલેસ, ઈયરીંગ, જુમર વગેરેનો સમાવેશ થાય છે. એવરગ્રીન જવેલરી એવા કુદન સેટ, જળતર સેટ જેવા ઘણા સેટ જોવા મળે છે.
સુરતની અજની કલેકશનમાંથી આવેલા અનિલ મિસ્ત્રીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ખાસ તો તેઓ ચણીયાચોલી, મીસમેચ કોન્ટ્રાસ, દુપટા, સ્ટ્રગ વગેરે ઉપલબ્ધ છે. ખાસ તો નવામાં આ વખતે ન્યુ ઈંગ્લીશ કલર આવેલા છે. સુરતમાં સીટી લાઈવ પરનુ અજની કલેકશનમાં તમામ વસ્તુઓ મળી રહેશે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ૨૦૦૦ થી ૨૫૦૦ રુપિયા સુધીમાં મધર ડોટર મેચિંગ ડ્રેસ માટેની પેર લાવ્યા છે. આમ રાજકોટ ખાતે યોજાયેલ વેડવેસ્ટ એકઝીબીશન ‘ઠાકર’ હોટેલ ખાતે યોજાયો હતો અને રાજકોટની જનતાને બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.