જાદુગર લાલુ ચુડાસમાએ હેરત ભર્યા પ્રયોગો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા
ર૧મી સદીમાં જાદુ કલાકે અસાધારણ પ્રગતિ કરી છે તેના પ્રયોગો દેશ-વિદેશ અવનવા રજુ કરી જાદુગરોએ કલા જીવંત છે તેવો જ સૌરાષ્ટ્રના કાઠીયાવાડી જાદુગર લાલુ ચુડાસમાએ હેરતભર્યા પ્રયોગો રજુ કરી અમદાવાદી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે તેવા અનોખો શોમાં જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાનું કલારસિકોની હાજરીમાં શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.
જાદુગર લાલુ ચુડાસમા એ સન્માનના શોમાં ફેન થ્રુ મેજીશ્યિન, ચુડાસમા બોકસ ફાઉન્ટેન લેવીટેશન પાણીના ફુવારા પર ઉડતી છોકરી હેલીકોપ્ટર પ્રોડકશન, રૂપિયાનો વરસાદ ગીલોટીન કટીંગ, બોડી લોડ, કાશર બોકસ, બુલેટબ્રુફ કાચમાંથી આરપાર નીકળવું જેવા હેરતભર્યા સાહસિક પ્રયોગો રજુ કરી લોકચાહના મેળવી હતી. તેમણે જાથાના પંડયાનું સન્માન કરી જાદુ શોમાં સરકારી મંજુરીમાં પડતી મુશ્કેલીઓ સંબંધી વાત કરી હતી. જાથાના કાર્યક્રમો સમાજલક્ષી જનજાગૃતિના હોય બહુધા સમાજ આવકારે છે. જાથાનું સન્માન કરતા પોતે ધન્યતા અનુભવે છે તેવો ભાવ રજુ કર્યો હતો.