સામગ્રી :
- – ૧ પેકેટ મેગી
- – ૧ વાટકી ચણાનો લોટ
- – ૧/૪ વાટકી રવો
- – હળદર
- – મરચુ
- – ધાણાજીરુ
- – મેગી માસલો અથવા ગરમ મસાલો
- – મીઠુ
- – સોડા
- – તેલ
રીત :-
- -એક પેનમાં જરૂર મુજબ પાણી લઇ મેગી બનાવી લો. ત્યારબાદ મસાલો એડ કરવો (પરંતુ ખાસ ધ્યાન રાખવું કે મેગીમાં પાણી રહેવુ જોઇએ નહિ)
- – એક બાઉલમાં ચણાનો લોટ અને રવો લઇને બધા મસાલા સાથે મેગી મસાલો ઉમેરી થોડુ પાણી ભજીયાનું ખીરૂ રેડી કરો
- – કડાઇમાં તેલ ગરમ મુકો થોડુ ગરમ તેલ ખીરામા ઉમેરો અને સોડા નાખીને મિશ્રણ કરી લો
- – આ ખીરામાંથી ભજીયા ઉતારો અને ક્રીસ્પી થયા ત્યા સુધી તળી લો.
- – બહારથી ક્રીસ્પ અને અંદરથી સોફ્ટ મેગી ભજીયાને ટમેટા કેચઅપ સાથે સર્વ કરો.