એટીએસ અને કોસ્ટ ગાર્ડના સ્ટાફે ઓપરેશન પાર પાડયું: પાકિસ્તાનથી હેરોઇનનો ૧૦૦૦ કરોડનો જંગી જથ્થાને ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
૨૦ માસ પહેલાં પોરબંદરના દરિયામાથી ૧૫૦૦ કિલો હેરોઇન સાથે બંગાળના કેપ્ટન સહિત ક્રુ મેમ્બર ઝડપાયા’તા
ગુજરાતના કયાં બંદરે ડ્રગ્સનું લેન્ડીગ કરવું અને કોને કન્સાઇન્ટમેન્ટ મંગાવ્યું તે અંગે ટૂંક સમયમાં થશે ઘટસ્ફટો
પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ હેરોઇનનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવા દરિયાઇ માર્ગે આવી રહ્યાની બાતમીના આધારે એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સમગ્ર રાજયના ૧૬૦૦ કિલોમીટરના દરિયામાં છેલ્લા ૨૪ કલાકથી દરિયામાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી હાઇએલર્ટ સાથે કાર્યવાહી શરૂ કરી હતી તે દરમિયાન શંકા સ્પદ બોટ પોરબંદર નજીકના દરિયા કિનારા તરફ આવતી જણાતા એટીએસ અને કોસ્ટગાર્ડે દરોડો પાડવા ઘસી જતા ડ્રગ્સ માફિયાઓએ બોટને ફુકી મારી ડ્રગ્સના જથ્થાનો નાશ કરી નાખ્યો હતો. જો કે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. નવેય શખ્સોની પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો કયાંથી લાવ્યા અને કોને કન્સાઇન્ટમેન્ટ આપવાનું હતુ તે અંગેની સ્ફોટક વિગતો ટૂંક સમયમાં જ ઘટ્ટસ્ફોટ કરવામાં આવનાર હોવાનું એટીએસના સુત્રોએ જણાવ્યું છે.
ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ ઘુસાવડાની માફિયાઓ દ્વારા પેરવી થતી હોવાની બાતમીના આધારે એટીએસની ટીમને એલર્ટ કરવામાં આવતા એટીએસ સ્ટાફે દરિયામાં પેટ્રોલિંગ સઘન બનાવવા કોસ્ટ ગાર્ડના જવાનોની મદદ લીધી હતી. કોસ્ટ ગાર્ડની અતિ આધૂનિક બોટ સાથે એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં છેલ્લા ૨૪ કલાકથી સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
એટીએસ અને કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ દરમિયાન પોરબંદરના દરિયા નજીક શંકાસ્પદ બોટ જણાતા એટીએસ અને કોસ્ટ ગાર્ડના જવાનો ઘસી ગયા હતા. ડ્રગ્સ માફિયાઓએ એટીએસના હાથે ડ્રગ્સનો જંગી જથ્થો પકડાય તે પહેલાં બોટને જ ફુકી મારી ડ્રગ્સના જથ્થાનો નાશ કરી નાખ્યો હતો. આમ છતાં એટીએસના સ્ટાફે નવ જેટલા માફિયાઓને ઝડપી લીધા હતા.
પોરબંદર દરિયામાંથી નવ જેટલા ડ્રગ્સ માફિયા ઝડપાયાની ઘટનાને એટીએસના વડા હિમાન્શુ શુકલ અને અંતરિપ સૂદ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સમર્થન આપ્યું છે. અને ફુંકી મારવામાં આવેલી બોટમાં કયાં પ્રકારનું ડ્રગ્સ હતુ અને કયાંથી લાવવામાં આવ્યુ તેમજ કોને ડીલીવરી કરવાની હતી તે અંગેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.
ફુકી મારવામાં આવેલી બોટમાં અંદાજે રૂ.૧૦૦ કરોડની કિંમતનું ૫૦૦ કિલો હેરોઇન પ્રકારનું ડ્રગ્સ હોવાની એટીએસને શંકા છે. ડ્રગ્સ માફિયા હામીદ મલેક નામના શખ્સે કન્સાઇન્ટમેન્ટ મોકલ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં સમગ્ર ડ્રગ્સ કૌભાંડમાં કેટલા ભારતના જ કેટલાક દેશદ્રોહીઓ સંડોવાયા હોવાનું તપાસમાં સામે આવતા સમગ્ર તપાસમાં પોલીસ સ્ટાફ પણ જોડાયો છે. અને ટૂંક સમયમાં સમગ્ર ડ્રગ્સ કૌભાંડના મુળ સુધી પહોચી પર્દાફાર્શ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઇરાનની મદદથી પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડી દેશની યુવા પેઢીને નશીલા પદાર્થના સેવનના રવાડે ચડાવી યુવા પેઢીને બરબાદ કરવાના ખૌફનાક કાવતરાના મુળ સુધી પહોચવા સુરક્ષા તંત્ર દ્વારા કવાયત હાથધરવામાં આવી છે. તેમજ ડ્રગ્સની કાળી કમાણીનો ઉપયોગ આંતકવાદી સંગઠનોને આપવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.
પોરબંદરના દરિયામાંથી ગત તા.૩૦ જુલાઇ ૨૦૧૭ના રોજ ઇરાનથી રૂ.૩,૫૦૦ કરોડની કિંમતના ૧૫૦૦ કિલો હેરોઇન સાથે બંગાળના કપ્તાન સહિત આઠ ક્રુ મેમ્બરની એટીએસના સ્ટાફે ઝડપી લીધા હતા સમ્ર તપાસમાં ઇરાન, પાકિસ્તાન અને સિંગાપુરના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બહાર આવી હતી. મુંબઇની તાજ હોટલ પર થયેલા આંતકી હુમલા સમયે પોરબંદર દરિયામાંથી કુબેર બોટનું અપહરણ કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું તેમજ ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ માટે પોરબંદરના ગોસાબારા ખાતે જ આરડીએસનું લેન્ડીગ થયું હોવાથી છેલ્લા બે દાયકાથી પોરબંદરનો દરિયા કિનારો વધુને વધુ સંવેદનશીલ બન્યો છે.