ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની યુપી સરકારના ધારાસભ્ય અને માફિયા ડોન મુખ્તાર અંસારીની સદસ્યતા રદ કરવાની વાત થઈ છે. અંસારી મઉ જિલ્લાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

પત્રકારોને માહિતી આપતા યુપીના સંસદીય બાબતોના કાર્ય મંત્રી સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, “આ મામલે કાયદાકીય અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. જો કોઈ સભ્ય 60 દિવસથી વધુ સમય માટે ગૃહમાંથી ગેરહાજર રહે, તો તે સંજોગોમાં નિયમો અનુસાર તેનું સભ્યપદ રદ કરી શકાય છે. તેમનું સભ્યપદ રદ કરવા માટે કોઈ એ અરજી દાખલ કરવી પડે, તો સરકાર આગળની કાર્યવાહી કરી શકે.”

સભ્યપદ રદ વિશે વિચારણા ચાલે છે

સભ્યપદ રદ કરવા અંગેની અરજી વિધાનસભાના અધ્યક્ષ હ્ર્દયનારાયણ દિક્ષિતને આપવા આવી છે, તે અંગે હાલમાં વિચારણા ચાલુ છે. સ્પીકરે કહ્યું કે બંધારણમાં આર્ટિકલ 192ની જોગવાઈ મુજબ જો સભ્ય સદનમાં સતત 60 દિવસ ગેરહાજર રહે તો ગૃહ તેનું સભ્યપદ રદ કરી શકે છે. 4 નવેમ્બર, 2020 ના રોજ વારાણસીમાં માફિયા વિરુદ્ધ મંચ ચલાવતા સુધીરસિંહેએ ધારાસભ્ય મુખ્તાર અન્સારીની સદસ્યતા રદ કરવા માટે અધ્યક્ષને આવેદન પત્ર આપ્યું હતું.

સુધીરસિંહેએ અરજીમાં કહ્યું છે કે તેઓ વિધાનસભાના કોઈપણ સત્ર અથવા બંધારણીય ચર્ચામાં ભાગ લઈ રહ્યા નથી. જ્યારે ભારતના બંધારણ મુજબ સભામાં સતત 60 દિવસ ગેરહાજર રહેલા ધારાસભ્યનું સભ્યપદ રદ કરવાની જોગવાઈ છે અને તેથી તેઓ અંસારીની સદસ્યતા રદ કરવાની માંગ કરે છે.

અંસારીને ગેરકાનૂની રીતે વસૂલીના કેસમાં જાન્યુઆરી 2019 થી પંજાબની રૂપનગર જેલમાં રાખવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બુધવારે તેને બાંદા જેલમાં લાવવામાં આવ્યો હતો. જોકે તે ઓક્ટોબર 2005થી જેલમાં છે, પરંતુ કોર્ટની મંજૂરીથી તે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેતો હતો. આટલું જ નહીં, અંસારી જેલમાં હતો ત્યારે 2007, 2012 અને 2017 ની ચૂંટણીઓ લડી અને જીત્યો પણ છે.

2017માં યોગી આદિત્યનાથની સરકાર બન્યા પછી તેમની સરકારે, જે લોકો ધારાસભ્ય હોય અને જેલમાં હોય અથવા જે જેલમાં છે ને ચૂંટણી લડે છે તેવા ઉમેદવારો સામે વિરોધ નોધાવીયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.