હાર્લી ડેવિડસન x440 ભારતમાં બુકિંગ શરુ ..
શું છે નવા ફીચર્સ અને કિંમત ?
હાર્લી ડેવિડસન X440 એ અમેરિકાના મોટરસાઈકલ બનાવતી કંપની હાર્લી ડેવિડસન સાથે બવેલું પહેલું કો-ડેવલોપડ પ્રીમીયમ મોટરસાઈકલ છે. માત્ર ૫૦૦૦ રૂપિયા ભરી આ બાઈકનું બુકિંગ થયી શકશે જેની ડીલીવરી ઓક્ટોબર ૨૦૨૩ થી શરુ થશે. બુકિંગ કરવા માટે બાઈક લવર્સે ઓફીસીઅલ વેબસાઈટ અથવા તો હાર્લી ડેવિડસનની તમામ ડીલરશીપ પરથી થયી શકશે.
મોડેલ અને કિંમત
હાર્લી ડેવિડસન X440 ના ત્રણ વેરીએન્ટ આવ્યા છે જેમાં પહેલું ડેનીમ મોડેલ છે જેની કિંમત રુપયા 2.29 લાખ,બીજું મોડેલ વીવીડ છે જેની કિંમત 2.49 લાખ છે ત્યાર બાદ સૌથી ઊંચું મોડેલ સ્પેસ ‘S’ છે જેની કિંમત 2.69 લાખ કંપની દ્વારા નક્કી કરવામાં આવી છે.
શું છે નવું??
હાર્લી ડેવિડસન X440ના તમામ નવા મોડલમાં 440cc સિંગલ સીલીન્ડર , ઓઈલ કૂલડ એન્જીન, 26hpનો પીક પાવર અને 38NMના મેક્ષિમમ ટોર્ક સાથે લોન્ચ થયી રહ્યા છે. આ ઉપરાંત તેનું એન્જીન સિક્સ સ્પીડ ગીઅર બોક્ષ અને સ્લીપર ક્લચ સાથે પેર કરવામાં આવ્યું છે.
ખાસ ફીચર શું છે??
ફીચર્સ વિષે વાત કરીએ તો આ પ્રીમીયમ મોટરસાઈકલ હોરીઝંટલી ઇન્ટીગ્રેટેડ DLR સાથે સર્ક્યુલર LED હેડ લેમ્પ , LEDટેઈલ લેમ્પ અને રેટ્રો શેઈપ LED ઈન્ડીકેટર થી સુ સજ્જ છે. ટોપ-સ્પેક S વેરિઅન્ટમાં કનેક્ટિવિટી ફીચર્સ સાથે સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. બેઝ ડેનિમ વેરિઅન્ટને સ્પોક વ્હીલ્સ મળે છે, વિવિડ અને એસ ટ્રીમ અનુક્રમે એલોય વ્હીલ્સ અને ડાયમંડ કટ એલોય વ્હીલ્સથી સજ્જ છે.
કલરની વાત કરીએ તો આજના યુવાનોને ધ્યાનમાં રાખીને ત્રણેય વેરીએન્ટને અલગ અલગ કલર આપવામાં આવ્યા છે. ડેનીમ મોડેલને મસ્ટર પેઈન્ટ , વિવિડ ટ્રીમ ને બે અલગ અલગ હોટ ફેવરીટ કલર મેટાલિક થીક રેડ અને મેટાલિક ડાર્ક સિલ્વર કલર આપ્યા છે. જયારે સૌથી ઊંચું મોડેલ સ્પેસ S ને ડેનીમ બ્લેક કલર આપવામાં આવ્યો છે.
હાર્લી ડેવિડસન X440નું મેન્યુફેક્ચરીંગ રાજસ્થાનમાં આવેલી કંપનીની ગાર્ડેન ફેક્ટરીમાં કરવામાં આવશે.