ઓનલાઇન ફાર્મા સેકટરો દ્વારા કોઇપણ પ્રકારના શોષણ ન થાય તેની તકેદારી લેવા મેકેનિઝમ બનાવાશે
મદ્રાસ હાઇકોર્ટે બુધવારે ઓનલાઇન દવાઓના વેંચાણ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. આ પુર્વ તામિલનાડુના કેમીસ્ટો અને ડ્રગીસ્ટ એસોસીએશને દવાઓનું ઓનલાઇન વેંચાણ કરતી કંપનીઓ સામે ફરીયાદ નોંધાવી હતી. એસોસીએશનના મત મુજબ ઓનલાઇન ખરીદી બરાબર છે. પણ તેનાથી લાયસન્સ વિનાના લોકો એકસપાયરી ડેટ ગુમાવેલ ખોટી અને ગેરમાન્ય દવાઓનું વેચાણ કરી રહ્યા છે. કોર્ટના નિર્ણયથી નેટમેડસ કોમના સીઇઓ પ્રદીપ ધાધાએ કહ્યું હતું કે મદ્રાસ હાઇકોર્ટના ડિવીઝન બેન્ચના ઓર્ડરથી અમે ખુશ છીએ. જો કે ઓનલાઇન દવાઓના વેચાણ અંગે ૩૧ જાન્યુઆરી બાદ નિર્ણયો લેવામાં આવશે. માટે જયાં સુધી નિર્ણય નહી આવે ત્યાર સુધી જ કંપનીઓ દવાઓનું ઓનલાઇન વેંચાણ કરી શકશે.
કોર્ટની બેન્ચે નોંઘ્યું કે ઓન લાઇન ફાર્મા સેકટર દ્વારા કોઇપણ જાતનું શોષણ ન થાય માટેની તકેદારી લેવામાં આવશે. કોર્ટે સ્પષ્ણા કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં નથી. પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને વેપારીઓને યોગ્ય અધિકારો મળે છે. માટે આગામી ઓર્ડર સુધી મુકાયેલ પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો છે.