ર્માંની આરાધના, ઉપાસના કરી લોકો ધન્યતા અનુભવશે:  નવ દિવસ દરમિયાન

ર્માં જગદંબાના નવ સ્વરૂપની પૂજા અર્ચના થશે: ઠેર ઠેર રાસ ગરબાના ભવ્ય આયોજન

કુમ કુમના પગલા પડયા… માડીના હેત ઢર્ળ્યા…. નવરાત્રીની ઘડીઓ ગણાઈ રહી છે નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયું છે. ત્યારે માતાજીના ભકતો પણ આ નવ દિવસના પર્વની ઉજવણી માટે ર્માંની આરાધના માટે તૈયારી કરી રહ્યા છે. નવરાત્રી એટલે નવ વિશેષ રાત્રી આ સમયને ર્મા આદ્યશકિતની આરાધનાનો ર્માં ના નવ સ્વરૂપની ઉપાસનાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. દરેક સંવત્સરમાં ચાર નવરાત્રી હોય છે. જેમાં શરદ નવરાત્રી મહાનવરાત્રી ચૈત્રી નવરાત્રી અને અસાઢ નવરાત્રીનો સમાવેશ થાય છે.

આ શકિતના પર્વમાં ર્માના નવ રૂપોની પૂજા તેમજ અર્ચનાનું પર્વ છે. નવરાત્રીના નવ દિવસ ર્માંને પ્રસન્ન કરવા માટે ગરબાનું આયોજન કરાય છે. નવલા નોરતાની નવે નવ રાત ભારત સહિત અન્ય દેશોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે.નવરાત સુમધુર કર્ણપ્રિય, સુરીલા સંગીતથી ઢોલના ધબકાર સુમધુર ગાયક વૃદ દ્વારા ગરબાની મોજ માણવામાં આવે છે. ર્મા જગદંબાની ભકિત આરાધના અને સાધનાનું મૂલ્ય જળવાઈ રહે તેવા સ્તુત્ય અને સઘન પ્રયત્નો કરવામાં આવે છે. આ સાથે જ ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે. જેના દ્વારા ર્મા શકિતની આરાધના ઉપાસના થાય છે.

DSC 5810

આવતીકાલથી શરૂ થતી નવરાત્રીનો પ્રારંભ અમૃત સિધ્ધિયોગથી થઈ રહ્યો છે. આ અંગે વધુ જણાવતા શાસ્ત્રી રાજદીપ જોષી કહે છે કે, આસો સુદ એકમને રવિવારના સવારે ૬.૩૯ થી સાંજે ૭.૦૯ મીનીટ સુધી અમૃત સિધ્ધિ યોગ છે જે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. નવરાત્રીનાં નવેય દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા, ઉપાસના કરવામાં આવે છે.જેમાં શૈલીપુત્રી, બ્રહ્માચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, માગૌરી, સિધ્ધિદાત્રીના નવ સ્વરૂપોની નવદુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે.

આમ જોઈએ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. અને ચારેય નવરાત્રીનું મહત્વ અલગ અલગ દિશામાં રહેલું છે જેમાં ખાસ કરીને શરદ નવરાત્રી એટલે આસો નવરાત્રીનું મહત્વ ગુજરાતમાં વધારે છે. નવરાત્રીમાં ર્માં જગદંબાની ઉપાસના સાથે કૃષ્ણની રાસલીલાનેણ જોડવામાં આવે છે. અને નવે નવ દિવસ અબાલ વૃધ્ધ સૌ કોઈ નવલા નોરતાનો આનંદ ગરબે ધૂમીને માણે છે.

DSC 5811

વધુમાં રાજદીપ જોષી કહે છે કે નવરાત્રીના પ્રારંભે માતાજીના જયેશ વાળી અને અનેક ઘરોમાં ઘટ્ટ સ્થાપના કરવામાં આવે છે. જે શુભ અને લક્ષ્મીવર્ધક છે. માતાજી નવદુર્ગા અને કુળદેવીને પ્રાર્થના કરવી શાંતી દૂર્ધાઆયુષ્ય વિપલધન ધાન્ય સ્થીર લક્ષ્મી અને શત્રુઓનાં વિનાશ માટે પ્રાર્થના કરી ઘટ્ટ સ્થાપન અથવા તો ઘરમાં ગરબાનું સ્થાપન કરવું ગણપતી પૂજન કરી માતાજીનું પૂજન કરવું નવરાત્રી દરમ્યાન નવેય દિવસોમા માતાજીના નવાર્ણ મંત્ર

ૐ ઐ હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્યે મંત્રનો જપ કરવો ઉત્તમ છે. અથવાતો કૂળદેવીના મંત્રનો જપ કરવા પણ ફળદાયક છે.

રવિવાર પ્રથમ નવરાત્રી શૈલપુત્રીની પૂજામાં નવદુર્ગાનું પહેલુ સ્વરૂપ શૈલપુત્રીના નામથી ઓળખાય છે. માતાજીએ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી શૈલપુત્રી નામ પડેલ માતાજીના હાથમા ત્રીશુલ અને કમળ પૂષ્ય સુશોભીત છે.માતાજી પોતાના પૂર્વ જન્મ દક્ષ પ્રજાપતીના ઘરે જન્મ લીધો હતો. અને વિવાહ મહાદેવજી સાથે થયેલ દક્ષ પ્રજાપતીએ હવન કરેલ પરંતુ તેમાં મહાદેવજીને આમંત્રણ નહોતુ આપેલુ આમ સતી હવનમાં જાય છે. અને યોગીની દ્વારા બળીને ભસ્મ થાય છે.. ત્યારબાદ બીજો જન્મ પર્વતરાજ હિમાલય ને ત્યાં થાય છે. અને ફરીથી મહાદેવજીને પરણે છે.

માતાજીની ઉપાસનાનો મંત્ર

ૐ હ્રીં શિવાયે નમ:

માતાજીને નૈવેધમાં દુધને મીઠાય અર્પણ કરવી

સોમવાર બીજા નોરતે બ્રહ્મ ચારીણીની પુજા માતાજી નવ દુર્ગા શકિતમા બીજા નોરતે બ્રહ્મચારીણી સ્વરૂપનું પૂજન થાય છે. ચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂપ જયોર્તિમય અને ભવ્ય છે. માતાજીના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમન્ડળ છે.

હિમાલયને ત્યાં માતાજીએ જન્મલયને ઉગ્ર તપ કરેલુ તપના પ્રભાવથી માતાજીનું નામ તપચારીણી એટલે બ્રહ્મચારીણી થયું તપના પ્રભાવને લીધે માતાજીનું સ્વરૂપ ક્ષીણ થયેલુ ત્યારે માતાજીને ચિંતા થાય છે. અને અવાજ કરે છે. ઉમા આથી માતાજીનું નામ ઉમા પડેલછે. માતાજીનું તપ જોઈ બ્રહ્માજી આકાશવાણી કરે છે તમને માતાજી પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે માતાજી દુર્ગાનું આ સ્વરૂપ અનેક સિધ્ધિ આપનાર છે. તથા માતાજીની ઉપાસનાથી તપ ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તી થાય છે. માતાજીની ઉપાસનાથી વિજયની પણ પ્રાપ્તી થાય છે.

માતાજી બ્રહ્મચારીણી ઉપાસનાનો મંત્ર ૐ હ્રીં શ્રી અમ્બિકાયે નમ:

નૈવેધે મા સફેદ મીઠાય અને દુધ અર્પણ કરવાથી રોગમાંથી મૂકિત મળે છે.

ઘટ્ટ સ્થાપના શુભ મુહુર્ત

નવરાત્રી દરમિયાન માતાજીના ચંડીપાઠ કરવાથી જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે. આ નવરાત્રીમાં ગરબા તથા ઘટ સ્થાપનાના શુભ મુહુર્તો

રવિવારે દિવસના મુહુર્તો સવારે

૯.૩૮ થી ૧૨.૩૭ સુધી લાભ અમૃત

બપોરે ૧૨.૧૩ થી ૧.૦૧ અભિજિત મુહુર્ત

રવિવારે સાંજના મુહુર્તોમાં સાંજે ૬.૩૬થી ૮.૧૬ સુધી શુભ ચોઘડયું છે.

ઘટ્ટ સ્થાપના તથા ગરબાની સ્થાપના સવારના સમયે કરવી વધારે શુભ ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.