બળવાખોર ધારાસભ્યોએ સલામતીનાં કારણોસર સ્વેચ્છાએ બેંગ્લુરૂ હોવાનું જાહેર કરતા કોંગ્રેસ બચાવની સ્થિતિમાં, આ ધારાસભ્યોને મનાવવા બેંગ્લુરૂ પહોચેલા દિગ્વિજયસિંહની અટકાયત
કોંગ્રેસમાં ચાલતી જુથબંધીથી થતી ઉપેક્ષાથી કંટાળીને મધ્યપ્રદેશના કોંગ્રેસી ૨૨ ધારાસભ્યોએ ધારાસભ્યપદે રાજીનામા આપી દીધા છે. આ ધારાસભ્યોના રાજીનામાના કારણે ૧૫ માસ જૂની કમલનાથ સરકાર વિધાનસભામાં લઘુમતીમાં આવી જવા પામી છે. મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકરે આ ધારાસભ્યોના રાજીનામા રૂબરૂમાં જ સ્વીકારવાનો આગ્રહ રાખીને રાજયપાલના તુરંત ફલોરટેસ્ટ કરવાના હુકમની અવગણના કરી હતી જે બાદ ભાજપે સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા જેથી મધ્યપ્રદેશના રાજકીય વિવાદમાં રાજયપાલ, સ્પીકર અને સુપ્રિમ કોર્ટ મહત્વની ભૂમિકામાં આવી જવા પામ્યા છ. દરમ્યાન પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ એવા ધારાસભ્યોના રાજકીય હકકોનો મુદો ઉપસ્થિત થવા સુપ્રીમ કોર્ટ સર્વોપરી કે પ્રજાની પ્રતિનિધિ સર્વોપરી તેવો પ્રશ્ર્નાર્થ ઉભો થવા પામ્યો છે. જેથી મધ્યપ્રદેશના રાજકીય વિવાદનું કોકડુ વધુ ગુંચવાયું છે. આ વિવાદમાં ફલોર ટેસ્ટની અગ્નિ પરીક્ષા કોને ફળશે તેવી ચર્ચા રાજકીય પંડિતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપે વહેલા વિશ્ર્વાસમતની માંગણી કરી તે આ મુદે સુપ્રીમ કોર્ટન દ્વાર ખટખટાવ્યા છે જે મુદે સુપ્રિમ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. જયારે હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે કે અમારા ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. તેનો અમારા સંપર્ક કરવાનો છે પણ નથી થઈ રહ્યો
ભાજપે વહેલા વિશ્વાસમતની માગણી કરી હતી જે મુદ્દે સુપ્રીમે સરકાર પાસેથી જવાબ માગ્યો છે. જ્યારે હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવતા કહ્યું હતું કે અમારા ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. અને તેનો અમારે સંપર્ક કરવાનો છે પણ નથી થઇ રહ્યો.
આ પહેલા ભાજપે વહેલા વિશ્વાસમત માટે જે અરજી કરી હતી તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને બુધવારે પોતાનો જવાબ રજુ કરવા આદેશ આપ્યો હતો.
ભાજપ વતી આ અરજી પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કરી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષે બાદમાં સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી તેમાં એવી દલીલ કરી હતી કે અમારા ધારાસભ્યોને કેન્દ્ર સરકાર કર્ણાટક સરકારે બંધક બનાવીને રાખ્યા છે અને તેેથી જવાબદાર સામે કાયદાકીય પગલા લેવામાં આવે. સાથે અમારા ધારાસભ્યોને હાલના વિધાનસભાના સત્રમાં ભાગ લેવાદેવાની છુટ આપવામાં આવે. સાથે એવી પણ માગણી કરવામાં આવી હતી કે રાજ્યપાલ લાલજી ટંડને મધ્ય પ્રદેશ વિધાનસભામાં મંગળવારે જ વિશ્વાસમત પ્રાપ્ત કરવાનો જે આદેશ આપ્યો હતો તેને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરીને રદ કરી દેવામાં આવે.
બીજી તરફ પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહે રાજ્યપાલ લાલજી ટંડનની મુલાકાત યોજી હતી, જેમાં વર્તમાન કમલનાથ સરકાર દ્વારા બે દિવસમાં જે પણ નિર્ણય લેવાયા તેને રદ કરી દેવામાં આવે તેવી માગણી કરી હતી અને દાવો કર્યો હતો કે સરકાર પાસે હાલ બહુમત નથી આવી સિૃથતિમાં તેણે જે પણ નિર્ણયો લીધા છે તે ગેરબંધારણીય છે. તેથી હાલ મધ્ય પ્રદેશનો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટના હાથમાં છે અને બુધવારે આ મામલે સવારે સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ થઇ છે તેને લઇને રાજ્યપાલ, સ્પીકર, સરકાર અને બળવાખોર ધારાસભ્યો પાસેથી જવાબ માગ્યો છે અને બુધવારે સવારે આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ ગઈકાલે બેંગ્લુરૂમાં પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતુ કે તેઓએ કોંગ્રેસમાં થતી અવગણનાથી કંટાળીને રાજીનામા આપ્યા છે. અને તેમના પર કોઈનું દબાણ નથી અને રાજીખુશીથી રાજીનામા આપ્યા છે. ભોપાલમાં તેમની સલામતી ન હોય તેઓ બેંગ્લુરૂમાં આશ્રય લઈ રહ્યા છે. બળવાખોર ધારાસભ્યોના આ ખુલાસાથી કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી જવા પામી છે. આજે સવારે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહ બેંગ્લુરૂ પહોચીને જે હોટલમાં આ ધારાસભ્યો રોકાયા છે. ત્યાં જઈને તેમને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને પોલીસે રોકતા તેઓ હોટલ સામે ધરણા પર બેસી ગયા છે.
સ્પીકરે રાજયપાલને પત્ર લખી બળવાખોર ધારાસભ્યોને સલામતીપૂર્વક લાવવા માંગ કરી
મધ્યપ્રદેશમાં સતત ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ દરમ્યાન રાજયપાલ લાલજી ટંડને ગઈકાલે સ્પીકર એન.પી.પ્રજાપતિને પત્ર લખીને જણાવ્યું હતુ કે તેમને બળવાખોર ધારાસભ્યોની સલામતી માટે શું કર્યું તેની વિગત આપો જેના જવાબમાં સ્પીકરે વળતો પત્ર લખીને રાજયપાલ ટંડનને જણાવ્યું છે કે ધારાસભ્યોની સલામતી અને હકકોની જાળવણી કરવાની સ્પીકરની જવાબદારી છે.પરંતુ સ્પીકર પાસે કાયદાકીય સતા ન હોય તેઓ રાજય બહાર રહેલા ધારાસભ્યોને સંપર્ક કરી શકતા નથી. જેથી રાજયપાલ તરીકે આપ આપની સતાનો ઉપયોગ કરીને આ ૨૨ ધારાસભ્યોને પરત મધ્યપ્રદેશમાં લાવો હું તેમને રૂબરૂ મળીને તેમના રાજીનામાની ખરાઈ કરી લઈને સ્પીકર તરીકેના મારા કર્તવ્યનું પાલન કરીશ. આમ રાજયપાલના તુરંત ફલોર ટેસ્ટના બે બે આદેશોની અવગણના કરનારા સ્પીકરે કાયદાકીય પ્રક્રિયાનો લાભ લઈને કમલનાથ સરકારને બચાવવા વધારે સમય આપી રહ્યાનો ભાજપે આક્ષેપ કર્યો છે.