કંપનીના સત્તાધીશો દ્વારા મામલો દબાવવા માટે ધમપછાડા
ધ્રાગધ્રા સહિત જીલ્લાના અનેક શહેરોમા પરપ્રાંતિય મજુરો કામ કરે છે જે પરપ્રાંતિય મજુરો કામ કરતા જે તે ખાનગી કંપનીના માલિકો દ્વારા દરેક મજુરોની નિયમો પ્રમાણે ઓળખ લેવામા આવતી નથી જેના લીધે કોઇપણ સમયે ખાનગી કંપનીમા અણબનાવ બાદ સમગ્ર મામલો રફેદફે કરવામા આ કંપનીના માલિકોને ખુબજ સરળતા રહે છે ત્યારે ધ્રાગધ્રા પંથકમા પણ આવી કેટલીક ખાનગી કંપનીઓમા આવા કેટલાય પરપ્રાંતિય લોકો તથા બાળમજુરો કામ કરતા જોવા મળે છે. વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના લીધે અહિના સ્થાનિક મધ્યમવર્ગના પરીવારના દરેક સભ્યોને ન છુટકે કામ પર જવુ પડે છે. ત્યારે ધ્રાગધ્રા પંથકમા કેટલાક નાના-મોટા ઉધોગોમા વધતી જતી મસિલાઓની માંગ કઇક અજુગતુ પમાડે તેવી છે. જ્યારે પણ આ ખાનગી કંપનીની બેદરકારીના લીધે કોઇ પોતાનો જીવ ગુમાવે છે ત્યારે કોઇપણ કંપનીના માલિક સમગ્ર કિસ્સો પલભરમા જ શાંત પાડવા યેન-કેન પ્રકારે મોત નિપજનાર પરીવારને સમજાવે છે. જેથી મામલો રફે-દફે થઇ જાય છે ત્યારે હાલમા જ ધ્રાગધ્રા શહેરના જુદા-જુદા કારખાનાઓમા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જેના જવાબદારઓ કારખાનેદારની બેદરકારી જ હોવા છતા મામલો શાંત પાડી દેવામા આવ્યો હતો. ત્યારે ફરી એક વખત ધ્રાગધ્રા-સુરેન્દ્રનગર રોડ પાસે આવેલી રુષીલ ઇન્ડરસ્ટીઝ નામની કંપનીના મશીનરીમા આવી જતા એક આધેડ મહિલાનુ મોત નિપજ્યુ છે. જેની મળતી માહિતી મુજબ ધ્રાગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર નવલગઢ ગામ પાસે આવેલી સાંઠીનુ કારખાનુ રુષીલ ઇન્ડરસ્ટીઝ નામક કંપનીમા ગત મોડી રાત્રે ૫૫ વષીઁય કાંન્તાબેન લાલજીભાઇ સાગઠીયા રહે:- નવલગઢવાળા આઘેડ મહિલા મશીનરી પાસે કામ કરતા હતા તે સમયે અચાનક કંપનીના અંદર આવેલી મશીનરીમા પોતાના શરીરનુ અંગ ફસાઇ જતા આઘેડ મહિલાનુ શરીર મશીનરી સાથે વીટળાઇ ગયુ હતુ અને પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે આ મહિલાના શરીરથી તેમનુ માથુ અલગ થઇ ગયુ હતુ. બનાવ બનતાની સાથે જ અન્ય કામદારો દ્વારા કંપનીના સત્તાધીશોનો સંપર્ક કરી મહિલાની લાશને પીએમ માટે ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે લાવવામા આવ્યા હતા જ્યા આ ખાનગી કંપનીના સત્તાધીશો દ્વારા રાત્રીના અંધારામા થયેલ આ કિસ્સાને દબાવવા માટે સરકારી હોસ્પીટલના સર્જનને પણ યેન-કેન પ્રકારે મનાવી મહિલાના પીએમ કર્યાની વિગતો સરકારી ચોપડે રજીસ્ટર કરવામા આવી ન હોવાની પણ વિગતો મળી છે સાથે તાલુકા પોલીસને પણ આ સમગ્ર પ્રકરણથી અજાણ રાખી પોલીસ ચોપડે મહિલાના મોતના કલાકો વિત્યા છતા કોઇ નોંધ કરવામા આવી નથી. ખાનગી કંપનીના સત્તાધીશોની ઘોર બેદરકારીના લીધે આધેડ મહિલાનો જીવ ગુમાવ્યા બાદ કંપનીના માલિક તથા અન્ય મેનેજરો દ્વારા તમામ લોકોને સામ,ડામ,દંડ,ભેદથી સમજાવી કિસ્સાને દબાવવા ધમપછાડા કરાયા હતા. ત્યારે કંપનીના સત્તાધીશોની બેદરકારી સામે અગાઉ પણ કામદારના મોત બાદ રુપિયા આપી મામલો રફેદફે કરવાના અનેક કિસ્સાઓ હયાત છે તેવામા ફરીથી આઘેડ મહિલાના મોત બાદ ખાનગી કંપનીના સત્તાધીશો દ્વારા ભીનુ સંકેલવાના પ્રયાસથી અનેક સવાલો ઉદ્ભવ થઇ રહ્યા છે.