મધ્યપ્રદેશ : ઉજ્જૈન નજીક થયેલ અકસ્માતે સનસની મચાવી હતી. ઉજ્જૈનથી 12 કિમી દૂર ઉન્હેલ માર્ગ પર રામગઢ ફાંટા પાસે મારૂતિ વાન અને ટાટા હેક્સા કાર વચ્ચે રાત્રે 12 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટનામાં 3 બાળકો સહિત કુલ 12 લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ તમામ લોકો નાગદાના બિરલાગ્રામથી લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યાં હતા. પીપલીનાકા નિવાસી દીપક કાયત પાછળની બસમાં હતા, જેઓએ જણાવ્યું કે ટર્ન પર ઉજ્જૈન તરફથી ફુલ સ્પીડે આવી રહેલી કારે વાનને ટક્કર મારી. આ ટક્કરમાં વાન 50 ફૂટ દૂર જઈને ફંગોળાઇ હતી.
Madhya Pradesh: 11 people killed, 2 seriously injured in head-on collission between two cars near Ramgarh village in Ujjain district, late last night pic.twitter.com/WVLup4aec5
— ANI (@ANI) January 29, 2019
આ અકસ્માતની જાણ પોલીસ ને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૃતકોમાં ભાજપના પૂર્વ મંડળ મહામંત્રી અર્જુન કાયલનો પણ સમાવેશ છે.
આ અકસ્માતમાં એક જ પરિવારના કુલ પાંચ સભ્ય હતા જેમાં પાંચે પાંચ લોકોનાં મોત થયાં છે. જેમાં કેબલ ઓપરેટર અર્જુન કાયત તેમના પત્ની રાજૂબાઈ, પુત્ર શુભમ અને બે દીકરી રવીના અને બુલબુલ સામેલ છે. મૃત્યુ પામેલ આ લોકો તિલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા.