આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર મધ્યપ્રદેશ !!!
સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી, પ્રવાસન અને કૌશલ્ય વિકાસ માટે મધ્યપ્રદેશ અજબ, ગજબ અને સજગ છે: નરેન્દ્ર મોદી
મધ્યપ્રદેશમાં અદાણી નવા ચાર લોજિસ્ટિક લોકેશનો ઉભા કરશે સાથે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ નિર્માણ કરશે : વિક્રમ જયસીનઘાનિયા
ઇન્વેસ્ટર સમિટમાં વિદેશના દેશોએ મધ્યપ્રદેશ સરકાર સાથે અનેકવિધ ક્ષેત્રે એમઓયુ સાઇન કર્યા !!!
દેશની અર્થવ્યવસ્થાને જેટ ગતિ આપવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે એટલું જ નહીં સરકાર એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે કે દેશના દરેક ઉદ્યોગો વિકસિત થાય અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટમાં તેઓ સહભાગી બને. આ વાતને ધ્યાને લઇ ઇન્દોર ખાતે ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ સમિટનું એક વિશેષ આયોજન હાથ ધરવામાં આવેલું છે જેમાં 40 થી વધુ દેશના ફોરેન ડેલીગેટસ ઉપસ્થિત થયા છે અને મધ્યપ્રદેશની સાથોસાથ ભારત સાથે વેપારીક સંબંધો કેવી રીતે ગાઢ બનાવી શકાય તે દિશામાં પણ તેઓ કાર્ય હાથ ધરી રહ્યા છે.
પ્રથમ દિવસના અંતે તમામ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં મધ્ય પ્રદેશ સરકાર સાથે અનેક દેશોએ વ્યાપારિક સંધિ માટે એમઓયુ પણ કર્યા છે જેનાથી મધ્યપ્રદેશને પણ ઘણો આર્થિક લાભ મળશે. જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ ને અજબ ગજબ અને સજાગ પણ જણાવ્યું હતું કારણ કે તેઓએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ જે રીતે સ્વાસ્થ્યથી લઈ કૌશલ્ય વિકાસ માટે જે રીતે હરણફાળ ભરી રહ્યું છે તે અકલ્પનીય છે.
આ બે દિવસીય સમિટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ની સાથોસાથ અનેક વિદેશી દેશોના વડાઓએ એમઓયુ સાઇન કર્યા છે. મધ્યપ્રદેશની જો વિશેષતા અંગે ચર્ચા કરવામાં આવે તો આ રાજ્ય ભારતનું હૃદય સમા છે ત્યારે અહીં ટુરીઝમની સાથોસાથ મેડિકલ એન્જિનિયરિંગ સહિત વિવિધ ક્ષેત્રે ખૂબ સારા સ્કોપ એટલે કે વિશેષ તક રહેલી છે જેને ઉજાગર કરવા માટે કાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તરફ મધ્ય પ્રદેશ સરકારના અધિકારીઓએ પણ એ વાતનું આશ્વાસન આપતા જણાવ્યું હતું કે કોઈ મધ્યપ્રદેશમાં જો રોકાણ કરશે તો તેને નિરાશ નહીં કરાય. મધ્યપ્રદેશનો આર્થિક વિકાસ શક્ય બને તે માટે અદાણી નવા ચાર લોજિસ્ટિક લોકેશનો ઉભા કરશે સાથે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ નિર્માણ કરશે તેમ વિક્રમ જયસીનઘાનિયાએ જણાવ્યું હતું.
રોકાણ માટે મધ્યપ્રદેશ એટલે ‘મેરી પસંદ’: નરેન્દ્ર ગોએન્કા
બીજી તરફ ઇનોગ્રેશન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિવિધ મુદ્દે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુના પ્રાપ્ય ઉર્જા, ખેતી, પેન્ટ સહિતના મુદ્દે ચર્ચાને વિચારણા કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોને મધ્યપ્રદેશ નું સામર્થ્ય પણ દેખાડવામાં આવ્યું હતું. આ બે દિવસીય ઇન્વેસ્ટર સમિટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા, રિલાયન્સ ન્યુ એનર્જીના ડાયરેક્ટર નિખિલ મેસવાણી તથા ગોદરેજ ગ્રુપના નાદીર ગોદરેજ, ટાટા ગ્રુપના નોએલ ટાટા સહિતના દેશના ખ્યાતના ઉદ્યોગકારો આ ઇન્વેસ્ટર સિમેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 350 થી વધુ વિદેશી ઉદ્યોગકારો મધ્યપ્રદેશની 3000 ઔદ્યોગિક એકમોમાં વન ટુ વન બેઠક પણ યોજ છે અને તેમની સાથે વ્યાપારિક સંધિ પણ કરશે જે અંગેની જાહેરાત ઈન્વેસ્ટર સમિટમાં કરવામાં આવી હતી. હાલ ચાઇના ઉપર જે રીતે વિશ્વના અન્ય દેશોને ભરોસો ઉઠી ગયો છે તેનો સીધો જ ફાયદો હાલ ભારતને પણ મળ્યો છે અને વિદેશના મહત્વપૂર્ણ દેશો કે જે ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ સર્જી રહ્યા છે તેઓ ભારતને પ્રથમ તક પણ આપવા માંગે છે અને ભારત સાથે વ્યાપારિક સંધિ પણ કરવા માટે તેઓ તૈયાર છે.
ઉપસ્થિત રાજકીય આગેવાનોની સાથે ઉદ્યોગપતિઓએ પણ એ વાતનો આશવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજન સંયાન્તરે દરેક રાજ્યમાં થવા જોઈએ કારણ કે દરેક રાજ્યની એક આગવી ઓળખ હોય છે અને કોઈ એક ચીઝમાં તેનું હુનાર પણ સામે આવતું હોય છે ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મધ્યપ્રદેશનું ઔદ્યોગિકરણ પણ પૂર ઝડપે આગળ વધશે એટલું જ નહીં રોજગારીની તકો પણ ઉભી થશે.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગમાં મહામંડળે મધ્યપ્રદેશ સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા
ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ સમિટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વિવિધ એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા જેમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળે પણ મધ્યપ્રદેશ સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા છે અને વિવિધ ક્ષેત્રના વિકાસ માટે આગળ આવા હાકલ પણ કરી છે. એમઓયુ આપવા સમયે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરા તેની સાથે સાથ કેતનભાઇ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય પ્રદેશના
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળનો આભાર પણ માન્યો હતો અને ભરોસો પણ દાખવ્યો હતો કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને મધ્યપ્રદેશ સરકાર સંયુક્ત રીતે ઉદ્યોગિક વિકાસમાં સહભાગી બનશે જેથી બંને રાજ્યની અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે.
ઝિમ્બાબ્વે ભારત સાથે વ્યાપાર સંધિ કરવા સજ્જ : રાજ મોદી
ઝિમ્બાબ્વેના ઔદ્યોગિક ક્ષેત્રના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આફ્રિકન દેશમાં ઝીમ્બાબ્વે એકમાત્ર એવો દેશ છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ સૌથી વધુ છે અને અનેક કુદરતી સંપત્તિ થી સજ છે જેથી સમગ્ર વિશ્વની નજર જ્યારે આફ્રિકા ઉપર ઔદ્યોગિક ઉન્નતિ માટે થતી હોય ત્યારે ઝિમ્બાબ્વે તેમની પ્રથમ પસંદગી રહે છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ઈન્દોર ખાતે જે ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેનો ફાયદો ને ખૂબ સારી રીતે મળશે કારણકે ભારત પણ ઔદ્યોગિક વિસ્તારમાં ખૂબ ઓવલ ક્રમે છે અને દિનપ્રતિદિન અનેક નવા આવિષ્કારો પણ ભારત દેશમાં થઈ રહ્યા છે. ઉમેર્યું હતું કે આફ્રિકન દેશ હર હંમેશ ભારત સાથે વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવા માટે તત્પર રહે છે અને ભારતના ઉદ્યોગકારોને પૂરતી તમામ સહાયો પણ આપવામાં આવે છે ત્યારે હવે ભારતના રોકાણકારો માં આવી રોકાણ કરે અને અર્થવ્યવસ્થાને પણ વિકસિત બનાવવા માટે મદદરૂપ સાબિત થાય.
ભારતમાં થતા રિસર્ચ અને ડેવલોપમેન્ટ ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ જ જરૂરી : રાકેશ તોરાની
સ્લોવેકયામા ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાકેશ તોરાનીએ જણાવ્યું હતું કે લોવે કયા દેશ અત્યંત શાંતિ પ્રિય દેશ છે અને ટેકનોલોજીથી સંપૂર્ણ રીતે સુશજ છે ત્યારે ઇન્દોર ખાતે આયોજિત ઇન્વેસ્ટર સમિટમાં સ્લોવેકયાને ઘણો આર્થિક ફાયદો પણ પહોંચશે કારણકે ભારતના ઉદ્યોગકારોમાં પણ રોકાણ કરવા માટે પોતાની તૈયારી કરી રહ્યા છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે ભારત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને દેશની અર્થવ્યવસ્થા પણ ઝડપભેર વિકસિત બની રહી છે ત્યારે આવનારા સમયમાં ભારતના ઉદ્યોગકારો સ્લોવેકયામાં આવી રોકાણ કરે તો ઘણા પાસાઓ પૂજાગળ થશે અને આર્થિક ઉન્નતિ તરફ દેશ પણ આગળ વધશે.
સરકારની ઔદ્યોગિક નીતિ ભારતના ઉદ્યોગકારો માટે આશીર્વાદ સમાન : દિપક ભંડેરી
ગ્લોબલ ફોરમ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ અને મધ્યપ્રદેશ ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના સ્થાપક દીપકભાઈ ભંડેરીએ અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતમાં દરેક ક્ષેત્રે ઉદ્યોગકારો માટે એક વિશેષ તક ઊભી થયેલી છે જ્યારે ભારતે સંયુક્ત રીતે અને ઉદ્યોગકારોએ પણ સહજ ભાવથી વિકાસ માટે હર હંમેશ તૈયાર રહેવું પડશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે કોરોના કાર્ડ બાદ ઉદ્યોગોમાં જે નવા પ્રાણનું સંચાર થયો છે તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે ત્યારે ઇન્દોર ખાતે જે એક્સપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ભારત દેશને ઘણો ફાયદો પણ પહોંચશે એટલું જ નહીં ભારતના ઉદ્યોગકારો માટે એક નવી તક પણ ઉભી થશે. ભારત દરેક ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં પણ વિદેશના અન્ય દેશો સાથે સહભાગીતા કરી આર્થિક ઉચ્ચાયો સર કરશે એટલું જ નહીં મધ્ય પ્રદેશ ને પણ આ ઇન્વેસ્ટર સામેથી ખૂબ મોટો ફાયદો પહોંચશે.
સ્લોવેક્યા ટેકનોલોજી થી સજ્જ ભારત સાથેના સંબંધો વધુ ગાઢ બનશે : પીટર ચાલુપકા
સ્લોવેકયા દેશથી આવેલા પીટર ચાલુપકાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સ્લોવે કયા દેશ ભલે વિશ્વમાં સૌથી નાનો દેશ છે પરંતુ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ દેશ દ્વારા કરવામાં આવે છે પરિણામે ઇન્દોર ખાતે જે ઇન્વેસ્ટર સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનાથી સ્લોવેક્યા અને ભારતના વ્યાપારિક સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે અને નવી ભાગીદારીના સ્ત્રોત અને દ્વાર પણ ખુલશે. વધુમાં ઉમેર્યું હતું કે આ ઇન્વેસ્ટર સિમેન્ટમાં મધ્યપ્રદેશ પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે ત્યારે હવે વન સ્ટોપ સોલ્યુશનનો સમય છે જેથી દરેક પ્રશ્નોનું સમાધાન ટેકનોલોજી થી સહર્ષ રીતે કરી શકાય તે માટે સ્લોવેકયા ભારત માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. પીટરે ઈંદોર ખાતે આયોજિત ઇન્વેસ્ટર સમિટના પણ વખાણ કર્યા હતા.
- રોકાણ માટે મધ્યપ્રદેશ એટલે ‘મેરી પસંદ’ : નરેન્દ્ર ગોએન્કા
- વસ્ત્ર અને આભૂષણ ક્ષેત્રે મધ્યપ્રદેશ ક્રાંતિ સર્જશે : શિવ ગણપથી
- મધ્યપ્રદેશમાં રોકાણ કરવા માટે આ એક સુવર્ણ અવસર : પિયુષ ગોયેલ
- ટુરિઝમ ક્ષેત્રના વિકાસ માટે મધ્યપ્રદેશ સરકાર રૂરલ ટુરીઝમને વધુ વિકસિત કરશે
- આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં 10,000 કરોડ રૂપિયાનું નવું રોકાણ કરવામાં આવશે
- સ્વાસ્થ ક્ષેત્રે મધ્યપ્રદેશ બન્યું સજ્જ , આગામી 6 મહિનામાં એપોલો કેન્સર હોસ્પિટલ નિર્માણ પામશે, જ્યારે આગામી 2 મહિનામાં ઇન્દોર ખાતે એપોલો હોસ્પિટલ નિર્માણ પામશે
- દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે મધ્યપ્રદેશ અવવલ : પ્રવીણ નંદા
- ઇન્દોર સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે હરહંમેશ કટિબદ્ધ