એનીમલ વેલફેર બોર્ડ તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી વેગવંતી કરાશે રાજયપાલની ખાત્રી
ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડીયાના સદસ્ય ગિરીશભાઈ શાહ સહિતની ટીમે મધ્યપ્રદેશ સરકારના રાજયપાલ આનંદીબેન પટેલ સાથે રાજભવન, ભોપાલ ખાતે પશુ કલ્યાણ અને જીવદયાવિષયક મીટીંગ કરી હતી.
આ મીટીંગમાં એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડીયાના સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે મધ્યપ્રદેશમાં જિલ્લા દીઠ જિલ્લા પ્રાણી અ્ત્યાચાર નિવારણ સોસાયટીની રચના તેમજ તેને કાર્યાન્વિત કરવા અંગે, મધ્યપ્રદેશ એનીમલ વેલફેર બોર્ડની રચના અને તેને કાર્યાન્વિત કરવા અંગે, મધ્યપ્રદેશમાંઉપલબ્ધ લાખો એકર ગોચર ભમિની સુરક્ષા અંગે તેમજ તે ભૂમિનો પશુઓનાકલ્યાણ માટે ઉપયોગ થાય તે અંગે ગેરકાયદેસર રીતે થતી પશુબલીતેમજ કુરબાની અટકાવવા અંગે, વરસાદના પાણીના સંચય માટે અને તેના થકી પશુ કલ્યાણ અંગે, ભારતમાંથી જીવતા પશુઓની હત્યા માટે નિકાસ તેમજ મીટ એક્ષપોર્ટ બંધ કરાવવા સહિતના મુદાઓની રાજયપાલ આનંદીબેન પટેલ સાથેવિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમજ મધ્યપ્રદેશના દરેક તાલુકા દીઠ ઘવાયેલા પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરતી કણા એમ્બ્યુલન્સ મધ્યપ્રદેશના તમામ તાલુકાઓમાં શ થાય તેવી ભાવના વ્યકત કરી હતી. મધ્યપ્રદેશના ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા, પશુ અત્યાચાર નિવારણના કાયદાઓનું કડક અમલીકરણ તેમજ ગેરકાયદેસર રીતે પશુઓની નજીકના રાજયોમાંપશુઓની હત્યા માટે થઈ રહેલું પરિવહન સહિતના મુદાઓની આંકડાઓ તેમજ પૂરાવા સહિતની રજૂઆત કરી હતી. તે અંગે કડક પગલા ભરવા રાજયપાલ આનંદીબેન પટેલે ખાત્રી આપી હતી.