મધ્યપ્રદેશ વિધાનસભાએ વધુ એક પહેલ કરી છે. વિધાનસભાના દરેક સત્રમાં એક દિવસ માત્ર નવા ધારાસભ્યો માટે જ ફાળવવાનું જાહેર કરાયું છે. આ ખાસ દિવસે માત્ર નવા વિધાનસભ્યો જ પ્રશ્ર્ન પૂછી શકશે નવા વિધાનસભ્યોનું સંસદીય જ્ઞાન વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ ગૌતમે જણાવ્યુંં હતુકે નવા ધારાસભ્યો સંસદીય કાર્યવાહીથી વધુ વાકેફ થાય અને તેમને પણ બોલવાની તક મળે એ માટે સત્રમાં એક દિવસ નવા વિધાનસભ્યો માટે જ ફાળવવામાં આવશે.
આ દિવસે નવા વિધાનસભ્યો વધુને વધુ ચર્ચામાં ભાગ લે તેવો અનુરોધ કરાયો છે.તેમણે વધુમાં જણાવ્યું કે 15 માર્ચના રોજ પ્રશ્ર્નકાળ દરમિયાન તારાકિંત જેના પર સદનમાં ચર્ચા થાય છે. 25 પ્રશ્ર્નો નવા વિધાનસભ્યોનાં જ લેવામાં આવશે. હાલમાં સરકાર તમામ પ્રશ્ર્નોના વિભાગવાર લેખીત જવાબ આપે છે.
પણ લોટરી પધ્ધતિથી જે પ્રશ્ર્નો નકકી થશય એ વિશે સરકારને પૂછાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે 15 માર્ચનાં રોજ લોટરી પધ્ધતિમાં પહેલી વખત જ ચૂંટાયેલા વિધાનસભ્યોના પ્રશ્ર્નો જ લેવામાં આવશે આ પ્રયાસથી નવા સભ્યોને સરકાર સાથે સવાલ જવાબ કરવાનો મોકો મળશે અને તેમનો આત્મવિશ્ર્વાસ પણ વધશે.
પત્રકારોને પણ પ્રશિક્ષણ
અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતુ કે નવા પત્રકારોને પણ વિધાનસભાની કાર્યપ્રણાલી સમજાવવા, પ્રશિક્ષણ આપ વામાં આવશે. તેમણે જણાવ્યુંં કે પત્રકારોને વિધાન સભાના નિયમો અને કાર્ય પ્રણાલીનું જ્ઞાન હોવું જોઈએ. ખાસ કરીને નવા પત્રકારોને તો ખાસ તેમણે જણાવ્યું કે નવા પત્રકારોને પણ સંસદીય કાર્યપ્રણાલીનું પ્રશિક્ષણ આપવામા આવશે.
મહિલા દિવસે હશે મહિલા સભાપતિ
ગૌતમે વધુમાં જણાવ્યું હતુ કે 8 માર્ચે મહિલા દિવસ હોવાથી મહિલા સભાપતિ નકકી કરી અધ્યક્ષની ખૂરશીમાં બેસી ગૃહની કાર્યવાહીનું સંચાલન કરવાની તક આપવામાં આવશે. અગાઉ 2013 થી 2018 સુધી આવું કરવામાં આવ્યું હતુ જયારે મહિલા સભાપતિને ગૃહના અધ્યક્ષની ખુરશી પર બેસાડી સદનની કાર્યવાહી કરવામાં આવી હતી. આવા સમયે મોટાભાગે મહિલા વિધાનસભ્યો જ પ્રશ્ર્નો પૂછતા હતા.