૧૨ મહિલા સહિત ૪૦ શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાતા કરી અટકાયત
ગીરનાર જંગલમાંથી ચંદન વૃક્ષોના થયેલ કટીકા પ્રકરણમાં વન વિભાગે મધ્યપ્રદેશની અને જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં ડેરા તંબુ નાંખી રહેલી ૧૨ શંકાસ્પદ મહિલાઓને ૨૮ બાળકો સાથે રાઉન્ડ અપ કરવામાં આવી છે.
ગિરનાર જંગલની દક્ષીણ રેન્જમાં ડુંગરપુર નજીકની ડેડકીયા બીટમાં એક સપ્તાહ પુર્વે ચંદન વૃક્ષો કટીકા થયાનું વન વિભાગને જાણમાં આવ્યા બાદ વન વિભાગ ચંદન ચોરીને ઝબ્બે કરવામાં લાગી ગયું હતું. અને આમાં મધ્યપ્રદેશના તસ્કરો હોવાનું મનાઇ રહ્યું હતું.
દરમીયાન દક્ષીણ ડુંગર રેન્જના આર.એફ.ઓ. ભગીરથસિંહ ઝાલાએ ચંદન ચોરાે સુધી પહોંચવા કડીઓ એકઠી કરી હતી અને દોલતપરામાં દિપક પેટ્રોલ પંપ નજીક એક બંધ મીલના મેદાનમાં ડિરા દંગામાં રહેતા મધ્યપ્રદેશના લોકોના દંગાની તપાસ કરતાં ચંદનના વૃક્ષના છોડીયા મળી આવ્યા હતાં. આથી આર. એફ.ઓ. ઝાલાએ દંગાની મહિલાઓની પુછપરછ કરતાં તેમના પુરુષો આ છોડીયા લાવ્યા હોવાનું જણાવ્યું હતું.
વન અધિકારીએ આગવી ઢબે પુછપરછ કરતાં આ મહીલાઓ મધ્યપ્રદેશના કટની તરફની હોવાનું તથા તેમની સાથેની બે મહિલાઓ માળા વેચવા ગઇ હોવાનું તથા તેમના કબ્જામાંથી ચંદન કટીંગના સરંજામ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે. દરમીયાન પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગ જે વખતે આ ગેંગ પર ત્રાટકયું હતું ત્યારે બે મહિલાઓ દાતાર તરફ રેકી કરવા ગઇ હતી. જયારે બે લોકો તેની પાછળ રેકી કરતાં હતાં.
આમ વન વિભાગે મેળવેલ કડીઓ અને પુછપરછ દરમીયાન ખુલ્લેલી વિગતો સાથે ૧૨ મધ્યપ્રદેશના કટની તરફની ૧૨ શંકાસ્પદ મહિલાઓને ૨૮ બાળકો સાથે રાઉન્ડઅપ કરી લીધા હતાં. જેમની પાસેથી ૧૩ મોબાઇલો પણ આવ્યા હતાં.
જો કે, તપાસ અને શોધખોળમાં ચંદનના લાકડા સહિતનો મુદામાલ લઇને મુખ્ય આરોપીઓ ફરાર થઇ ગયા હોવાનું અને જો ૫ મીનીટ મોડું થાયું હોત તો રેકી કરતા લોકોને મહીલાઓ જાણ કરી દેત અને કબ્જે લેવાયેલો સરંજામ સગેવગે કરી બધા વન વિભાગના હાથમાં આવ્યા વગર પોબારા ભણી જાત તેમ વન વર્તુળોમાંથી જણાવાયું છે.
દરમીયાન આ પ્રકરણમાં વન વિભાગે પોલીસની પણ મદદ માંગી હોવાનું જાણવા મળેલ છે. તથા જૂનાગઢ એલસીબી, ડી સ્ટાફ સહિતનજી બ્રાન્ચ દ્વારા અટકાયત કરેલી મહિલાઓ પાસેથી જપ્ત કરાયેલ મોબાઇલ ફોન પરથી આરોપીઓનું પગેરુ દબાવવાની તજવીજ હાથ ધરાઇ છે.