૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ યોજાનારી જાજરમાન સંગીત સંધ્યામાં બોલીવુડ સેલીબ્રીટીને બોલાવવાનું આયોજન: સેલીબ્રીટીની પસંદગી ગાંધીનગરી થશે
ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર દ્વારા મસાલ પેટી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં વા જઈ રહી છે. જેમાં ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આયોજીત જાજરમાન કાર્યક્રમમાં બોલીવુડ સેલીબ્રીટીને બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ હેમા માલીની અવા માધુરી દિક્ષીતના નામો સામે આવ્યા હતા. પરંતુ હેમા માલીનીનું શેડયુલ ટાઈટ હોય તેમજ માધુરી દિક્ષીતની ફી મોંઘીદાટ હોય આ બન્ને સેલીબ્રીટી હાજરી આપે તે અશકય લાગી રહ્યું છે. માટે હવે ચિત્રાંગદા સિંઘનું નામ સામે આવ્યું છે. જો કે, ફાઈનલ પસંદગી ગાંધીનગરી થવાની હોવાનું જાણવા મળી રહ્યું છે.
૨૬મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા વિવિધ કમીટી રચી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમો સતત એક અઠવાડિયાી વધુ ચાલવાના છે. જેમાં મ્યુઝિકલ નાઈટ, હેન્ડીક્રાફટ એકસ્પો, મેગા બ્લડ ડોનેશન કેમ્પ, મહિલા સંમેલન, યુવા સંમેલન, ઈન્ડસ્ટ્રીઝનું સંમેલન, હોર્સ શો, દિવ્યાંગો માટે ઉમંગોત્સવ, યોગ ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાવાના છે. આ ઉપરાંત સૌથી વિશેષ કહી શકાય તેવો એર શોનો કાર્યક્રમ ન્યુ રેસકોર્સ ખાતે યોજાવાનો છે. જેમાં શહેરીજનો ફાઈટર પ્લેનનો અદ્રીતીય નજારો જોવા મળવાનો છે. આ ઉપરાંત શહેરના ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર દ્વારા મસાલ પેટી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
વધુમાં ૨૬મી જાન્યુઆરી પૂર્વે જાજરમાન રાત્રી કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એક બોલીવુડ સેલીબ્રીટીને બોલાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ માટે પહેલા હેમા માલીની અને માધુરી દિક્ષીતનું નામ સામે આવ્યું હતું પરંતુ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર હેમા માલીની ૨૬મી જાન્યુઆરીના અરસામાં ખુબ વ્યસ્ત હોય માટે તે કાર્યક્રમમાં હાજરી આપી શકે તેમ ની જ્યારે માધુરી દિક્ષીતની ફી મોંઘીદાટ હોવાી તંત્ર દ્વારા તેને બોલાવવાનું ટાળવામાં આવ્યું છે. હવે ચિત્રાંગદા સિંઘનું નામ ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા તેમને બોલાવવાની તજવીજ આદરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય ગાંધીનગરી લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, ચિત્રાંગદા સિંઘ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેણે જોકર અને ગબ્બર ઈઝ બેક સહિતના ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યું છે. ઉપરાંત તેણે દેશી બોયઝ, યે શાલી જીંદગી, મુન્ના માઈકલ, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર-૩ તેમજ બાજાર ફિલ્મમાં કામ કર્યું છે.