• PSI આર. જી. ચુડાસમા દ્વારા 78 બાઈકોને કબ્જે કરાઈ

માધવપુર ઘેડ ના પોલીસ સ્ટેશન નવનિયુક્ત જાબાજ પી.એસ.આઇ આર.જી.ચુડાસમા સાથે પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનોને સાથે રાખીને નાઈટ પેટ્રોલીંગ દરમિયાન અનેક જગ્યાઓ ઉપર બાઈકો પાર્કિંગ કરવામાં આવ્યા હત. જેમાંથી અનેક બાઇકોમાં ચાવી પણ રાખવામાં આવીન હતી. તેથી તેવી અનેક બાઈકોને ઉઠાવીને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવી હતી.

ત્યારે માધવપુર ગ્રામજનોની બાઈકની લાપરવાહીને જોઈ PSI દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. તેમજ  લોકોની લાપરવાઈ થી બાઈક ચોરોને બાઇકની ચોરી કરવી તે સહેલી બની જાય છે ત્યારે માધવપુર PSI  આર. જી. ચુડાસમા દ્વારા બાઈક ચોરી અકાવવા માટે હાલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જેથી અંતરિયાળ બિનવારસુની જેમ ક્યાંય પણ બાઈકો પાર્ક કરેલી જોવા મળશે તો તેને ઉઠાવીને પોલીસ સ્ટેશનને લઈ જઈ  કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પરેશ નિમાવત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.