- ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્નની ધામધૂમ પૂર્વક કંકોત્રી લખાય
- માધવરાયજીના નિજ મંદિરેથી પાલખી લઈને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
- અબીલગુલાલના રંગોથી એક બીજાને રંગવામાં આવ્યા
માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્નની ધામધૂમ પૂર્વક કંકોત્રી લખવામાં આવી હતી. માધવપુરના માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણના કીર્તન કરતા કરતા પાલખી લઈને માધવરાયજી મંદિરના સેવક રૂચિરભાઈ સાથે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ઉપરાંત અબીલગુલાલના રંગોથી એક બીજાને રંગવામાં આવ્યા હતા તેમજ ચૈત્ર સુદ બારસની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના 4 ફેરા ફેરવામાં આવશે, ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી માતાજી લગ્નથી વિધિવત જોડાશે, ભગવાનના લગ્ન દરમિયાન પાચ દિવસ સુધી ભાતીગળ લોકમેળા નું આયોજન કરવા માં આવશે.
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષમણીજીના લગ્નની ધામધૂમ પૂર્વક કંકોત્રી લખવા માં આવી હતી.માધવપુર ના માધવરાયજી ના નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણના કીર્તન કરતા કરતા પાલખી લઈને માધવરાયજી મંદિર ના સેવક શ્રી રૂચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રદ્ધાળુઓ ઢોલ નગારા ના તાલ સાથે વાજતે ગાજતે મધુવન માં શ્રી રૂક્ષમણી માતાજી ના મઠે 5 વાગ્યે ફૂલડોળ જુલવા ભગવાન શ્રી કૃષ્ણ ને પરંપરાગત ઝુલાવા પધાર્યા હતા.
અબીલગુલાલના રંગો થી એક બીજા ને રગવા માં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ ના પચીસ વાના ના લગ્ન ની હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકોત્રી લખવામાં આવી હતી, આગામી ચેત્ર મહિનાની ચેત્ર સુદ રામનોમનાં દિવસે શ્રી રૂક્ષમણી માતાજી નું તેના મહંત શ્રી સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત દ્વારા તેનું તેડું સવારે 11 કલાકે કરવા માં આવશે ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ ના નિજમંદિરેથી રાત્રી ના 9 કલાકે વરણાગીં ઢોલનાગરા સથે દાંડિયા રાસ ની રમઝટ સાથે બ્રહ્મકુંડ સુધી ત્રણ દિવસ ચેત્ર સુધ નોમ દસમ અને અગિયારસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ નું વરણાગી (ફૂલેકુ) નીકળશે, ત્યાર બાદ ચત્ર સુધ બારસ ને દિવસે કન્યાપક્ષ ના મહત સુધીરભાઈ નિમાવત દ્વારા સામૈયું લઈને ભગવાન શ્રીકૃષ્ણ ના મહંતને વિધિવત જાન લય ને પધારવા આમંત્રણ માટે આમત્રિત કરવા માં આવશે. ત્યાર બાદ જાન નું આગમન સજના 6 કલાકે થશે, ચૈત્ર સુદ બારસ ની રાત્રી ના ભગવાન શ્રીકૃષ્ણ ના 4 ફેરા ફેરવામાં આવશે, ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણી માતાજી લગ્ન થી વિધિવત જોડાશે, ભગવાન લગ્ન દરમિયાન પાચ દિવસ સુધી ભાતીગળ લોકમેળા નું આયોજન કરવા માં આવશે.
અહેવાલ: પરેશ નિમાવત