પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશાળ 3 કરોડ ને 98 લાખના ખર્ચે 30 બેડની સરકારી હોસ્પિટલ બનાવામાં આવશે તેનું આજ રોજ જીલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરીના હસ્તે મુહૂર્ત કરાયું.
માધવપુરના 22 થી 25 ગામો લાગુ પડતા હોય ત્યારે હાલની હોસ્પિટલમાં જગ્યાના અભાવે તમામ સુવિધા ઉપલબ્ધના હોવાથી દર્દીઓને મુશ્કેલી પડતી હોય ત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુર ઘેડ ખાતે 3 કરોડ ને 98 લાખના ખર્ચે વિશાળ હોસ્પિટલનું નવ નિર્માણ કરવામાં આવશે ત્યારે તેનું આજ રોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
માધવપુર ઘેડ ખાતે હાલ સહકારી હોસ્પિટલ નું બિલ્ડીંગ 10 બેડનું હોવાથી અમુક દર્દીઓને પોરબંદર રીફર કરવામાં આવતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુર ઘેડ ખાતે 30 બેડની ડબલ માળની વિશાળ હોસ્પિટલ બનાવામાં આવશે.
ત્યારે માધવપુરના 22 થી 25 ગામોના લોકો ને તમામ સુવિધા મળી રહે તે હેતુ થી સહકારી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉપલાબ કરાશે જેમ કે એક્ક્ષરે મશીનની સુવિધા ઓપરેશન થિયેટર તેમજ બ્લડ સ્ટોરેજ પણ ઉપલબ્ધ કરાશે જેથી તાત્કાલિક બ્લડની જરૂરીયાત હશે તો પણ મળી રહે તે હેતુ થી ત્યારે આજ રોજ સહકારી હોસ્પિટલનું ભવ્ય ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
જેથી વહેલી તકે બિલ્ડીંગનું કામ કાજ ચાલુ કરશે ને માધવપુર સહિતના લોકો ને આ હોસ્પિટલનો લાભ મળી રહેશે ત્યારે મોટી સંખ્યામાં ગ્રામ જાનો વેપારી ભાઈઓ આગેવાનો સહિત પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી.પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાઠોડ સાહેબ.તાલુકા વિકાસ અધિકારી ઉનરગર સાહેબ પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા.ગ્રામ પંચાય સરપંચ રામભાઈ કરગટીયા.કાળુભાઇ ભુવા સહિત ના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.