માધવપુર ઘેડ ખાતે આવેલ હનુમાનજી મંદિરે આજરોજ હનુમાનજયંતી નિમિત્તે ભવ્ય અંકોટ ના દર્શન સાથે હનુમાન ચાલીસા ને ધૂન ત્યાર બાદ સાંજે ભવ્ય બટુક ભોજન નું આયોજન સુર્યવંતી હનુમાન મંદિર સમિતિ દ્વારા કરવામાં આવ્યુ.
તેમા હનુમાનજી મઢી ના પટાંગણ માં આશરે 200 થી 300 નાના ભૂલકાંઓ હનુમાનજી ની પ્રસાદી લીધી હતી તેમજ અંકોટ ના દર્શન માં 2501 લાડુ બનાવીને હનુમાનજીને પ્રસાદ ચડાવામાં આવ્યો હતો. સૌપ્રથમ વાર હનુમાનજી ના મંદિરે અંકોટ ના દર્શન નું આયોજન કરાયું હતું.