માધવપુર: 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતમાં સ્વચ્છતા ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા-2024 ના ભાગરૂપે તેમ જ સ્વચ્છ ભારત મિશનના 10 માં વર્ષની ઉજવણી નિમિત્તે તા.10 સપ્ટેમ્બર 2024 થી તા.2 ઓક્ટોબર 2024 સુધી “સ્વચ્છતા પખવાડિયું”ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસો ને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા માધવપુર ઘેડ ખાતે બીચ ક્લિનિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ આ આયોજન ફોરેસ્ટ રેન્જ ઓફિસર મલઈ મણિયારના માર્ગદર્શન હેઠળ માધવપુર ફોરેસ્ટ સ્ટાફ તેમજ NGO સંજીવની નેચર ફાઉન્ડેશન, માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ ભનુ ભુવા સાથે સેટ ઇન્ડિયા હાઇસ્કુલના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ તેમજ અનેક આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિતના લોકો આ કાર્યમાં જોડાયા હતા.
આ સાથે માધવપુર કાચબા ઉછેર કેન્દ્રથી લઈને બીજ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથોસાથ બીચ ઉપરથી કચરો એકઠીત કરીને તે કચરાને સળગાવવામાં આવ્યો હતો. આ અવિરત કાર્યમાં તમામ લોકોનો સાથ અને સહકાર પર્ણ પૂર્ણ રૂપે મળ્યો હતો. ત્યારે માધવપુર ઘેડના NGOના કાર્યકરો તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા પોરબંદર વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર મલય મણિયારનો કાર્યમાં સાથ સહકાર મળતા તેમનો આભાર માંન્ચ્વામાં આવ્યો હતો. તમામ કાર્યકરોને ટીશર્ટ તેમજ ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
પરેશ નિમાવત