અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી પર આવનાર દિવસોમાં ચેકડેમ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. 220 કરોડના ખર્ચે બનનારા ચેકડેમની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ બેરેજ બનવાથી ત્યાં રહેતા સ્થાનિકોને મોટી રાહત મળશે. ઉપરાંત અહીં જોવા મળતી પાણીની સમસ્યાનો પણ નિકાલ આવી જશે. માધવગઢ જોડે બનતા આ બેરેજની ઉંચાઇ નવ મીટરની છે.

ઘણા વર્ષોથી માધવગઢ પાસે બેરેજ બનાવવાની માંગણીઓ કરવામાં આવી રહી હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. અંતે માધવગઢના સામેની બાજુએ અમરાપુર વચ્ચે બેરેજ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. આ બેરેજ બન્યાં બાદ ઉનાળા અને શિયાળામાં પણ સાબરમતી નદી બે કાંઠે જોવા મળશે. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.