લોકડાઉન બાદ ગ્રાહકોને આફટર સેલ્સ સર્વિસમાં સંતોષ આપવાનો સતત પ્રયત્ન
લોકડાઉનના પગલે અર્થતંત્ર સુસ્ત થયું હતું જેને ફરીથી બેઠુ કરવા કેન્દ્ર સરકારે અનેકવિધ પ્રયત્ન કર્યા છે. મહામારી વચ્ચે જનજીવન શ્ર્વાસ લેતુ થઈ ગયું છે. મહામારીના સંજોગોમાં ઓટો મોબાઈલ સેકટરને ફટકો પડ્યો હતો. જો કે, ઓટો મોબાઈલ સેકટર ફરીથી બેઠા થઈ વિકાસની હરણફાળ ભરવા હવે તૈયાર થઈ ગયું છે. રાજકોટ સ્થિત માધવ ટીવીએસ દ્વારા મહામારીને એકબાજુએ મુકી આફટર સેલ્સ સર્વિસમાં ગ્રાહકોને સંતોષ આપવાનો ભરપુર પ્રયત્ન થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
માધવ ટીવીએસ દ્વારા ગ્રાહકોને અપાતી સુવિધા અંગે જાણવા ‘અબતક’ની ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે દરમિયાન માધવ ટીવીએસના સંચાલકોએ સેલ્સ સર્વિસ માટે ઉભી કરેલી વ્યવસ્થાનું વિગતવાર નિરુપણ કર્યું હતું. આ ઉપરાંત વાયરસથી બચવા શો-મમાં પાળવામાં આવતા સુરક્ષાના નિયમો અંગે પણ અવગત કરાવવામાં આવ્યા હતા.
લાઈવ સર્વિસના માધ્યમથી ગ્રાહક વર્ગની વિશ્ર્વસનીયતા કેળવવા સતત પ્રયત્નશીલ: નિશિત ચુડાસમા
માધવ ટી.વી.એસ.ના વર્કશોપ મેનેજર નિશિત ચુડાસમાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકોની સર્વિસને લઈને વિશ્ર્વસનીયતા ખૂબજ ઓછી છે. ત્યારે ખાસ ગ્રાહકો માટે સવારે આઠથી અગીયાર એવો રાખવામાં આવ્યો છે. જેમાં જે-તે વ્યક્તિ પોતાના સ્કૂટરનું સર્વિસીંગ લાઈવ જોઈ શકે છે. ખાસ તો હાલમાં ગ્રાહકોનો ધસારો ખૂબ જ સારો જોવા મળી રહ્યો છે. રોજે ૪૦ જેટલા ટુ-વ્હીલર્સ સર્વિસ માટે આવે છે. ખાસ તો લોકડાઉનમાં ૬૦ દિવસમાં ગ્રાહકને જે સર્વિસ નથી મળી તેમને બે મહિનાનો એકસ્ટેન્ડ સમય આપવામાં આવ્યો છે. હાલમાં સરકારની તમામ ગાઈડ લાઈનને અનુસરીને કામગીરીઓ કરવામાં આવી છે.
વાહન વેંચાણથી માંડી આફટર સેલ્સ સર્વિસ ડિજિટલાઈઝ કરાઈ: સાકેત હિંડોચા
માધવ ટી.વી.એસ.ના મેનેજીંગ ડિરેકટર સાકેતભાઈ હિંડોચાએ જણાવ્યું કે, ઓટોમોબાઈલ ક્ષેત્રે ૨૦૧૯-૨૦ નાણાકીય વર્ષમાં મંદી જ જોવા મળી છે. સમગ્ર ઓટો મોબાઈલ ક્ષેત્રે ૨૦% રીગ્રોથ નોંધાયો છે. આ ઉપરાંત બી.એસ.ફોર વાહનોને બદલે બી.એસ.સીક્સ વાહનો આવ્યા જેથી વાહનની કિંમતમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત બી.એસ.સીક્સ સ્કૂટરના મેઈન્ટેનન્સમાં પણ વધારો થયો છે. ખાસ તો હાલમાં વેંચાણ ખુબજ મુશ્કેલ બન્યું છે. વોક-ઈન કસ્ટમરમાં પણ ઘટાડો થયો છે. આવતા દિવસોમાં ઓનલાઈન વેપાર કરી હોમ ડિલીવરી પણ કરવામાં આવશે. હજુ પણ ઓટો મોબાઈલ ક્ષેત્રને ધમધમવા માટે બે થી ત્રણ મહિના લાગશે.
આ ઉપરાંત અત્યારે ટી.વી.એસ., પ્રોડકટની વાત કરવામાં આવે તો સૌથી સસ્તી અને સૌથી સારી પ્રોડકટ તરીકે ગણાય છે. પૈસા બચાવવાની ગણતરીથી ચાલતા લોકો માટે ટી.વી.એસ. સ્કૂટર સૌથી સારા રહેશે. કારણ કે, સસ્તા ભાવે વધુ ફિચર્સ મળી રહે છે. ખાસ તો ટી.વી.એસ. કંપની છે જે ભારત માટે પ્રોડકટ બનાવે છે. ખાસ તો ટી.વી.એસ. મોપેડ ભારત માટે જ ગામડાઓ વસતા લોકો માટે બનાવવામાં આવ્યું છે જે બે વ્યક્તિના વજન સાથે દોઢસો કિલો વજન ઉપાડી શકે છે અને સૌથી સસ્તુ સ્કૂટર છે.
બીજી છે ટી.વી.એસ.જ્યુપીટર જે ૧૧૦ સીસીનું સ્કૂટર છે. ખાસ તો ટી.વી.એસ. તેના બધા જ સ્કૂટરમાં પાંચ વર્ષની વોરંટી આપી રહ્યું છે. હાલમાં સૌથી મોટો પડકાર ગ્રાહકોની સલામતી છે. જેથી પૂર્ણ તકેદારીઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકને ડોર ટુ ડોર પીકઅપની પણ સુવિધા આપવામાં આવી છે. ખાસ તો હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રને ટૂંકાગાળાની સહાય મળી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ર્નોમાં એક છે સ્કૂટરની કિંમત અને સાથે ૨૮ ટકા ટેકસ ભુગતાન કરવું પડી રહ્યું છે અને વધતા જતાં પેટ્રોલ-ડિઝલના ભાવના કારણે લોકો સ્કૂટર તથા કારનો વપરાશ ઘટાડવા તરફ આગળ વધી રહ્યાં છે.