રાજયાભિષેક પર્વને નગરજનોએ પોતીકો બનાવ્યાનો સંતોષ વ્યકત કરતાં રાજપરિવાર
ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાના રાજયાભિષેક ઉત્સવમાં સામેલ થવા બદલ રાજપરિવારે સૌનો જાહેર આભાર વ્યકત કર્યો છે. સમગ્ર અવસરને નગરજનોએ અવરસ બનાવીને ઉજવ્યો એ બદલ સંતોષ વ્યકત કર્યો છે.
માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, સાંસદ મોહનભાઇ અને રાજા મહારાજા, મેયર બીનાબેન આચાર્ય અને જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ, નરેશભાઇ પટેલ, મૌલેશભાઇ ઉકાણી અને ક્ષત્રીય સમાજના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા એના માટે અમે એમના આભારી છીએ.
સનાતન હિન્દુ ધર્મના વિવિધ પંથ, સંપ્રદાય, જગ્યા, આશ્રમોના મહામંડલેશ્ર્વરો, સંતો, સ્વામીઓ, ગાદીપતિઓએ અહીં ઉ૫સ્થિત રહીને રાજપરિવાર અને આ રાજયાભિષેકને પોતાના આશીર્વાદ પાઠવ્યાં તે બદલ એમના પણ અમે ઋણી છીએ.
અવસર જન જન સુધી પહોચાડવામાં તમામ અખબારો, તંત્રીઓ, પત્રકાર-ફોટોગ્રાફરો, ન્યુઝ ચેનલો અને ન્યુઝ વેબસાઇટના પ્રતિનિધિઓ- કેમેરામેનો પ્રસંગને દર્શકો-વાંચકો સુધી પહોચાડયો અને પોલીસ તંત્ર ખડે પગે રહી જાળવેલી વ્યવસ્થા અંગે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા અને જીવરાજ સાહેબ જયદિપસિંહ જાડેજાએ આભાર માન્યો છે.