એકવીસમી સદીમાં પણ સૌને આશ્ર્ચર્યમાં ગરકાવ કરે તેવા અનેક અસામાન્ય ગામડાઓ ભારત દેશમાં આવેલા છે. કે જેના વિષે જાણીએ તો અનેક તર્ક-વિતર્ક, પ્રશ્ર્નો થયા વિના રહે નહીં. તો આવો આપણે દેશના અસામાન્ય ગામડાઓ વિશે સંક્ષિપ્તમાં જાણીએ
એકવીસમી સદીમાં ભારતના અસામાન્ય ગામડાઓની વિશેષતા
બિહારના એક ગામમાં 50 વર્ષથી લગ્નોત્સવ ઉજવાયો નથી ત્યાં મોટાભાગના લોકો વાંઢા (કુંવારા) છે
કર્ણાટકના એક ગામમાં દરેક લોકો સંસ્કૃતમાં વાત-ચીત કરે છે
શનિ શિંગડાપુર (મહારાષ્ટ્ર):- આખા ગામના એક પણ ઘરમાં બારણા નથી. ચોરી થતી નથી અને પોલીસ સ્ટેશન પણ નથી.
શેઠપાલ (મહારાષ્ટ્ર):- આ ગામના દરેક ઘરમાં સાપ છે અને સાપ તેનો કુટુંબીજન હોય તેમ રહે છે.
માધાપર કચ્છ (ગુજરાત):- આ ગામ એશિયાનું સૌથી ધનીક ગામ છે. ત્યાં કોઇ ગરીબ નથી. ત્યાં સૌથી વધુ જી.ડી.પી. વ્યકિત દીઠ રૂ. 13ર000 ની જીડીપી છે.
પુનસારી (ગુજરાત):- આ ગામ સૌથી આધુનિક ગામ છે દરેક ઘરમાં સી.સી. ટી.વી. કેમેરા અને વાયફાયની સાથે દરેક ગલીઓની લાઇટ સોલાર પાવર વડે ચાલે છે.
જામ્બુર (ગુજરાત):- આ ગામના દરેક વ્યકિત આફ્રિકન જેવા દેખાય છે. ગામનું ‘નીક’નામ આફ્રિકન ગામ તરેકી ઓળખાયા છે.
કુલધરા (રાજસ્થાન):- અઘોર ગામ આ ગામમાં કોઇ રહેતું નથી, મકાનો છે પરંતુ કોઇ રહેતું નથી લોકો વિનાનું ગામ.
કોડિન્ટી (કેરાલા):- આ ગામ જોડીયા બાળકોનું ગામ છે. અહિં 400 જેટલા જોડીયા બાળકો છે.
માટુર (કર્ણાટક):- આ એક ગામ એવું છે કે જયાં વ્યવહારની ભાષા સંસ્કૃત છે ગામનો દરેક વ્યકિત સંસ્કૃતમાં જ વાત કરે છે.
બરવાન કલાં (બિહાર):- આ ગામ વાંઢાઓનું ગામ (કુંવારા) જયાં છેલ્લા પચાસ વર્ષમાં એક પણ લગ્ન થયું નથી.
માવલીયોગ (મેઘાલય):- એશિયાનું સૌથી સ્વચ્છ ગામ ગામના નાના પર્વતો પર મોટા પર્વનો ઉભા છે.
રીંગાઇ (આસામ):- આ ગામની માન્યતા પ્રમાણે વરસાદ મેળવવા દેડકાઓનું લગ્ન કરાવવામાં આવે છે.
હોરલાઇ, રાયગઢ (મહારાષ્ટ્ર):- આ ગામ ભારતનું એક માત્ર ગામ છે જયાં ગામના લોકો પોર્ટુગીઝ ભાષામાં વાત કરે છે.