હાલ બ્રિજનું કામ એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે : ભવિષ્યની ટ્રાફિક વ્યવસ્થા માટે વહેલી તકે કામગીરી શરૂ કરી દેવા તંત્રની તૈયારી

રાજકોટનો પ્રવેશદ્વાર ગણાતા એવા માધાપર ચોકડીએ હાલ બ્રીજનું કામ ચાલી રહ્યું છે. તેની ઉપર પણ વધુ એક બ્રિજ બનાવવા તંત્રએ વિચારણા હાથ ધરી છે. જો કે હાલ જે બ્રિજ બની રહ્યો છે. તેની કામગીરી એકાદ મહિનામાં પૂર્ણ થઈ ગયા બાદ બીજા બ્રિજ માટે તૈયારીઓ શરૂ કરાશે.

માધાપર ચોકડી જગતે રૂમ. 70 કરોડના ખર્ચે  1200 મીટર લંબાઈના હાઈલેવલ બ્રિજનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ બ્રીજમાં કૂલ 24 પિયર છે.

આ બ્રીજના કામ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે બ્રીજનું કામ એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તેના લોકાર્પણ માટેનો નિર્ણય લેવામાં આવશે.

વધુમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ કહ્યું કે માધાપર ચોકડી મહત્વનો વિસ્તાર છે. અહીં ભવિષ્યની ટ્રાફિક વ્યવસ્થા માટે પણ તંત્ર અત્યારથી જ કામગીરી શરૂ કરશે.

આ માટે હાલ જે બ્રીજનું કામ ચાલી રહ્યું છે. તેના ઉપર વધુ એક બ્રિજ બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. જો કે આ અંગે હજુ અનેક બેઠકો થશે સંબંધિત વિભાગો સાથે ચર્ચા વિચારણા થશે. ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે.

ઉલેખનીય છે કે  હાલ માધાપર ચોકડી ખાતે  જે બ્રીજની કામગીરી ચાલી રહી છે  તેના  માટે છેલ્લા  ઘણા સમયથી ડાયવર્જન આપવામાં આવ્યું હોય  વાહન ચાલકોનો ઘણો સમય  ખર્ચ થતો હતો પણ એકાદ મહિનામાં આબ્રીજ  ખુલ્લો મુકાઈ ગયા બાદ વાહન ચાલકોનો  સમય  બચશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.