રૂપાણીના ‘મેઈડ ઈન ગુજરાત’ની સોલાર પોલિસી અન્ય રાજયો માટે રોલ મોડલ: ચેતન રામાણી
એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, ૬ માર્ગીય હાઈવે કનેકટીવીટી, સોલાર પોલિસી કિશાન સૂર્યોદય યોજના, ન્યુ રેસકોર્ષ, ન્યુબસ પોર્ટ, રોરો ફેરી, જેવા વિકાસ કામોની રાજયમાં હારમાળા
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને ખેડુત આગેવાન ચેતન રામાણી અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના સંયુકત પ્રયાસથી ગુજરાતમાં એક પછી એક મહત્વ પૂર્ણ પ્રોજેકટોનાં કયાંક ખાતમૂહૂર્તતો કયાંક લોકાર્પણ થઈ રહ્યા છે. જે જોઈને જનતા જનાર્દનમાં જાણે આનંદોનો માહોલ દેખાઈ રહ્યો છે કેમકે થોડાદિવસ પહેલા સાબરમતીથી નર્મદા સુધી સી પ્લેનની જાહેરાત થયા જેનાથી પ્રજાજનો અને પ્રવાસીઓને રોમાંચક સફર લાભ મળે તેમજ પ્રવાસન ક્ષેત્રને વિકાસ નો વેગ મળે ત્યારબાદ ઘોઘા રોરો ફેરી સર્વિસ પ્રોજેકટનું લોકાર્પણ કર્યા બાદ સોલાર પોલીસીની જાહેરાતથી ગુજરાતનાં ઉદ્યોગકારોની વિશેષ રૂપે ચિંતા કરી તેઓની પ્રોડકશન કોસ્ટ નીચી જાય તથા દુનીયાભરમાં મેઈડ ઈન ગુજરાત બ્રાન્ડ છવાઈ જાય તેવા ઉદેશ્ય સાથે જાહેરાત કરી ત્યારબાદ કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયનાં ૩૦ જિલ્લાનાં ૨૪૦૯ ગામ અંદાજીત ૧.૯૦ લાખ ખેડુતોને દિવસે વિજળી આપવાનો નિર્ણય કરાયો છે.
ત્યારબાદ જાણે રાજકોટમાં સોનાનો સૂર્ય ઉગ્યો હોય એવી રીતે ઈન્ટરનેશનલ એરપોર્ટ ૬ માર્ગી હાઈવે કનેકિટવિટી, ન્યુ રેષકોર્ષ, ન્યુ બસ પોર્ટની ભેટોની વર્ષા બાદ રાજકોટનાં જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ પાસે ૨૦૦ એકરની વિશાળ જગ્યામાં અંદાજીત ૧૨૦૦ કરોડના ખર્ચે ૭૫૦ બેડની સુવિધા ધરાવતી એઈમ્સ હોસ્પિટલ રાજકોટની સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે મહત્વપૂર્ણ પ્રોજેકટ છે. રાજકોટમાં એઈમ્સનું નિર્માણ થતા સમગ્ર રાજયનો વધુને વધુ વિકાસ થઈ હજારો રોજગારીઓ ઉભી થશે એટલું જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સારવાર તથા વધુ એક મેડિકલ કોલેજ જેમાં તબીબી સંશોધન-મેડીકલ રિસર્ચનો લાભ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરનાં નાગરીકોને મળવાપાત્ર રહેશે. આ સાથે રામાણીએ ઉમેર્યું હતુ કે, આ તમામ પ્રોજેકટોથી રાજય તેમજ રાજયમાં વસતા લોકો આર્થીક તેમજ સામાજીક રીતે મજબુત બનશે અને લોકોનું સ્ટાંડર્ડ ઓફ લીવીંગ પણ વધશે તેમજ આવી અદ્દુત અને અકલ્પનીય યોજનાઓ ખરેખરી ન ભૂતો ન ભવિષ્યતી છે. આ તમામ યોજનાઓનો લાભ આવનાર દિવસોમાં પ્રત્યેક્ષ રૂપે જોવા મળી રહેશે.