ઘાતક ગણાતી મુંબઇની ટીમને છ વિકેટે મ્હાત આપી

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે રણજી ટ્રોફી એક ઉત્તમ માધ્યમ છે કે જ્યાં ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે ત્યારે મુંબઈ જેવી ઘાતક ગણાતી રણજીત ટ્રોફી ટીમ ને હરાવી કે કોઈ નાનીસૂની વાત નથી ત્યારે ફાઇનલમાં મધ્ય પ્રદેશે મુંબઈને છ વિકેટે માત આપી ઓફિસ જીતવાનો ઇતિહાસ રચ્યો હતો અને પ્રથમ ટ્રોફી જીતી હતી. મુંબઇ સામે મધ્યપ્રદેશ ની સ્થિતિ અને અનઅપેક્ષિત હતી પરંતુ જે રીતે ટીમ દ્વારા રમત રમવામાં આવી તેનાથી મુંબઈની ટીમ બે ફૂટ ઉપર ધકેલાઇ ગઇ હતી.

મધ્યપ્રદેશની ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે.બેંગલુરુ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશે મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા. જવાબમાં મધ્યપ્રદેશે 536 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. મુંબઈની ટીમે બીજા દાવમાં 269 રન બનાવ્યા હતા. મેચની ચોથી ઇનિંગમાં મધ્યપ્રદેશને 108 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મધ્યપ્રદેશે 4 વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે મધ્યપ્રદેશ રણજી ટ્રોફી જીતનારી 20મી ટીમ બની છે.

મધ્યપ્રદેશ તરફથી યશ દુબે, શુભમ શર્મા અને રજત પાટીદારે સદી ફટકારી હતી. મુંબઈ માટે સરફરાઝ ખાને સદી ફટકારી હતી. બોલિંગમાં મધ્યપ્રદેશના ગૌરવ કુમારે છ અને કુમાર કાર્તિકેયે પાંચ વિકેટ ઝડપી હતી. મુંબઈના શમ્સ મુલાનીએ આઠ વિકેટ લીધી હતી.છેલ્લા કેટલાક વર્ષોમાં રણજીમાં નવી ટીમો ઉભરી રહી છે.રણજી ટ્રોફી વિજેતા ટીમને એમપીસીએ બે કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અભિલાષ ખાંડેકરે કહ્યું, ટીમની ઐતિહાસિક જીત પર ખૂબ જ ખુશ છીએ. મધ્યપ્રદેશ માટે આ એક અભૂતપૂર્વ સફળતા છે. આ જીત સમગ્ર રાજ્યની જનતાને સમર્પિત છે. ચંદ્રકાન્ત પંડિત અને ટીમના તમામ સભ્યો દ્વારા શાનદાર કામગીરી કરવામાં આવી છે. એમપીસીએ દ્વારા આખી ટીમને 2 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.