Abtak Media Google News

સ્વસ્થ રહેવા માટે દરેક ઉંમરે પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો ખૂબ જરૂરી છે. આમાં પ્રોટીનનું સેવન પણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં કેટલાક કઠોળ ખાવાથી શરીરમાં પ્રોટીનની માત્રા ભરપૂર પ્રમાણમા મળે છે. પેશીઓના ઉત્પાદન અને સમારકામ માટે પ્રોટીન ખૂબ જ મહત્વનું છે. તે શરીરમાં ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમજ હાડકાં અને હોર્મોન્સના નિર્માણમાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં થોડાક કઠોળ મિક્સ કરીને ખાવાથી તમે ભરપૂર માત્રામાં પ્રોટીન મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે તે પંચમેલ અથવા પાંચ પ્રકારની મિશ્રિત કઠોળ કઈ છે. જેમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો રહેલાં છે.

પંચમેલ દાળ શું છે?

Made from 5 pulses, this panchamel dal is rich in protein and fiber

સામાન્ય રીતે તમે અનેક પ્રકારની દાળ ખાતા હશો. પણ તમે તેને અલગ-અલગ રાંધતા હશો. પરંતુ જ્યારે દાળને પાંચ પ્રકારની કઠોળ ભેળવીને રાંધવામાં આવે છે ત્યારે તેને પંચમેલ દાળ કહેવામાં આવે છે. આમાં મગ, મસૂર, અડદ, તુવેર, ચણા એકસાથે ભેળવવામાં આવે છે. આ તમામ કઠોળ વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ દાળનું દરરોજ સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે.

પંચમેલ દાળ બનાવવા માટે કયા કઠોળને એકસાથે ભેળવવામાં આવે છે.

Made from 5 pulses, this panchamel dal is rich in protein and fiber

મસૂરની દાળ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિએ પોતાના રોજિંદા આહારમાં દાળનો સમાવેશ કરવો જોઈએ. જો તમે પંચમેલ દાળનું સેવન કરશો તો તમને એકસાથે ઘણા પોષક તત્વો મળશે. પંચમેલ દાળમાં મગ, અડદ, તુવેર, ચણા, મસૂરની દાળને સમાન માત્રામાં ભેળવવામાં આવે છે.

પંચમેલ દાળ ખાવાના ફાયદા :

1. જો તમે આ પાંચ દાળને એકસાથે ભેળવીને દાળ બનાવીને તેનું સેવન કરો છો. તો તમારા શરીરને એનર્જી મળે છે. શરીરને એક સાથે અનેક પોષક તત્વો પણ મળે છે. સાથોસાથ તમને ફાઈબર, આયર્ન, પ્રોટીન બધું જ મળે છે. ઉપરાંત તે પાચનતંત્રને મજબૂત રાખે છે અને ખાધેલો ખોરાક સરળતાથી પચી જાય છે.

2. જો તમે વજન ઓછું કરવા માંગો છો. તો તમારે પંચમેલ દાળનું સેવન કરવું જોઈએ. તેમાં ફાઈબર હોય છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. જેનાથી તમે તમારી વધારે પડતો ખોરાક ખાવાની આદત પણ ઓછી કરી શકો છો. તેમજ તમારા શરીરમાં કેલરીની માત્રામાં ઘટાડો થાય છે.

3. જે લોકોને કફ અને કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ પંચમેલની દાળનું સેવન કરવું જોઈએ. સાથોસાથ આ ઉપાય ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે ત્વચાને સ્વસ્થ રાખે છે. જેનાથી તમારો ચહેરો ચમકદાર બને છે. કેટલાક કઠોળમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો હોય છે. જે મોટી ઉંમરે પણ તમારી ત્વચાને યુવાન રાખે છે.

4. જો પાચનશક્તિ નબળી હોય તો તમારે પંચમેલની દાળ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. આ કઠોળને છાલ સાથે રાંધીને ખાવાથી કબજિયાત થતો નથી. આ ફાયદાઓ તેમાં રહેલા ફાઈબરને કારણે છે. ફાઈબર યોગ્ય આંતરડાની ગતિ જાળવી રાખે છે. જેનાથી તમારું સ્વાસ્થય પણ સારું રહે છે.

5. જો તમને વાળ ખરવાની, લોહીની ઉણપ કે એનિમિયા, કમળો, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી સમસ્યાઓથી તમે પરેશાન છો તો પંચમેલની દાળનું અવશ્ય સેવન કરવું જોઈએ.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.