બિમારી સહિતની સમસ્યા હલ કરવા સૌરાષ્ટ્રભરના 15 લોકોને શિશામાં ઉતારી રોકડ અને સોનુ મળી રૂા.1.60 કરોડ ઠગાઇ કરી’તી
જામનગર એલ.સી.બી.એ ગુનાનો ભેદ ઉકેલી રોકડ, સોનાના ઘરેણા, કાર અને મોબાઇલ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો
જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં બિમારી સહિતની સમસ્યાઓને દુર કરવા ધાર્મિક વિધિના બ્હાને લોકોને રોકડ અને ઘરેણા દ્વારા શિશામાં ઉતારતી મદારી ગેંગને જામનગર એલ.સી.બી.એ ઉઠાવી લીધી છે. ઝડપાયેલા શખ્સોએ જામજોધપુરના ગીંગણીના સરપંચ સહિત 16 વ્યક્તિઓને સમસ્યા હલ કરવા માટે રૂા.1.59 કરોડની છેતરપિંડી આચર્યાની કબૂલાત આપી છે. ચારેય શખ્સો પાસેથી રોકડા રૂા.75 લાખ અને 41.57 લાખનું સોનું, કાર અને પાંચ મોબાઇલ મળી રૂ.1.19 કરોડનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ગિંગણી ગામના સરપંચ રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયાએ તાજેતરમાં જામજોધપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી, અને પોતાને સાધુના શ્વાગમાં આવેલા સેતાનોએ પતી અને પુત્રની બીમારી દૂર કરવાનું જણાવી તેમજ ચમત્કારના માધ્યમથી વધુ રૂપિયા બનાવી આપવાની વિશ્વાસમાં લઈ પૂજા વિધિ કરાવી કટકે કટકે રૂપિયા 87 લાખ 14 હજારની રોકડ રકમ તેમજ 84 તોલા સોનાનાદાગીના સહિત 1,28,71,500 ની રકમ ની છેતરપિંડી અને લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની રાહબરી હેઠળ એલસીબીની ટીમ તપાસમાં જોડાઈ હતી, અને ટેકનિકલ સેલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી જામજોધપુર, રાજકોટ, મોરબી અને વાંકાનેર સહિતના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.તે દરમિયાન લાલપુરથી જામનગર તરફ એક કારમાં એક ટોળકી સાધુના વેશમાં છેતરપિંડીના બહાને આવી રહી છે, તેવી બાતમી મળતાં એલસીબીની ટીમેં વોચ ગોઠવી ઉપરોક્ત કારને રોકેલી હતી. જે કારમાં ચાર વ્યક્તિઓ બેઠેલી હતી. તેઓના નામ પૂછતા એકનું નામ ધારૂનાથ જવરનાથ સોલંકી- મદારી અને વાંકાને ના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજાએ પોતાનું નામ રૂમાલનાથ સુરમનાથ પરમાર- મદારી વાંકાનેરના ભોજપરા ગામનો વતની તેમજ જોગનાથ કાળુનાથ પરમાર- મદારી અને વિજય જવારનાથ સોલંકી- મદારી પણ ભોજપરા ગામના વતની હોવાનું જણાવ્યું હતું.
એલસીબીની ટીમે ચારેય ની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં જામજોધપુરના ગીંગણી ગામના સ2પંચ પાસેથી રોકડ અને સોનુ પડાવી લીધું હોવાનું કબૂલ લીધું હતું. જેમાં તેના બેસાગરીતો ભોજપરા ગામના બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જાલમનાથ વિરમનાથ પરમાર પણ સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું, બંને આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસદ્વારા ઉપરોક્તચારેય શખ્સો પાસેથી 75,40,000 ની રોકડ રકમ 41,57,000 ની કિંમતના સોનાના દાગીના, ઇકો કાર અને પાંચ મોબાઇલ ફોન વગેરે સહિત 1,19,50,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ચારેય આરોપીઓ સાધુના ભગવા કપડા પહેરી ફરતા હતા. તે પૈકી એક દિગંબર અવસ્થામાં ગુરુનો વેશ ધારણ કરતો. ગીંગણી ગામે તેઓ રુદ્રાક્ષની માળા સાથે પહોંચ્યા હતા, અને સરપંચને બીમારી દૂર કરવાનું બહાનું બતાવી તેમજ કરોડો રૂપિયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી ધાર્મિક વિધિ તથા પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થશે, તેમજ બીમારી દૂર થશે તેવું પ્રલોભન આપ્યું હતું, ચમત્કાર બતાવી રૂપિયા દેખાડયા હતા અને વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળે બોલાવી પ્રવાહીની શીશી આપી હતી, અને એક પતરાની પેટીમાં કરોડો રૂપિયા ભરી આપીપેટીને ધૂપ આપવા જણાવી છેતરપિંડી કરી હતી, તથા પૈસા લઈને ભાગી છુટ્યા હતા. હજુ પણ વધુ પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાનો ઇનકાર કયી હોવાથી તેને માર મારી લૂંટ ચલાવી હતી. પરંતુ એલસીબીની ટીમેં તમામને ઝડપી લીધા છે.
ધાર્મિક વિધિના બહાને નાણા પડાવી લીધાનું કબૂલ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરમાંથી દોઢ લાખ, રાજકોટમાં આજીડેમ ચોકડી પાસેથી 30 હજાર, ઉના શહેરમાંથી રૂપિયા પાંચ લાખ, રાજુલામાંથી રૂપિયા બે લાખ, જુનાગઢ શહેરમાંથી દોઢ લાખ, પોરબંદર શહેરમાંથી 60,000, હળવદમાંથી બે લાખ, દિવ શહેરમાંથી પાંચ લાખ, સુરત શહેરમાંથી દસ લાખ, ગાંધીધામ દોઢ લાખ, ભુજ 25,000, મોરબી શહેરમાંથી 25,000, વઢવાણમાંથી દોઢ લાખ, બગસરામાંથી 87,500, જ્યારે રાજકોટ જિલ્લાના પાટણવાવમાંથી વિધિના બહાનેસોનાની વીંટી પડાવી લીધી હોવાનું કબૂલ્યું હતું.