ગોવિંદભાઇ પટેલ, ગાયત્રીબા વાઘેલા, અનિલ પારેખ, હરેશ જોષી સહિતના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા: પૂ. વ્રજેશકુમાર મહારાજ તથા ભુપેન્દ્ર છાટબારે સુંદર સંકલન કર્યુ
સપ્તમપીઠ મદમોહનજી હવેલી (લક્ષ્મીવાડી) તથા વ્રજધામ ગ્રુપ દ્વારા સંચાલીત પાંચ દિવસના વલ્લભાખ્યાન કથા રસપાનનો છેલ્લા દિવસે વકતા પૂ.પા.ગો. દિપશીખા વહુજીએ વલ્લભાખ્યાન કથાના એક એક પ્રસંગો બાલકૃષ્ણની એક એક લીલાઓનું ગોપાલદાસના મુખેથી થયેલ વલોનનું મધુરવાણી દ્વારા રસપાન કરાવેલ. ઠાકોરજી વૈષ્ણવના ભાવથી ભાવિત છે. ભજ સખી ભાવ ભાવિત દેવ, કોટિ સાધન કરો તોય ન રીઝે સેવ, આવો ભગવદભાવ પુષ્ટિજીવને કેવી રીતે ઉપલબ્ધ થાય તે સમજાવતા કહે છે કે વલ્લભની કૃપાથી ઠાકોરજીમાં સ્નેહ અનાયસ થઇ જાય છે. અને ભકતનું પ્રભુમાં ચિત્ત સહજ લાગી જાય છે.
ઠાકોરજીમાં વૈષ્ણવનું ચિત લાગી જાય એનું સાધન કેવલ મહાપ્રભુજીની કૃપા હોવાથી એનું ગાન કરતાં ગોપાલદાસજી વલ્લભની વધધાઇના ચોખરામાં ગાય છે. અભય દાન નિશાન મેલ્યા ચિત જિન હિ કો દિયા ગોપાલદાસ અનંત લીલા પ્રકટ વલ્લભ ભયા, મહાપ્રભુજી જે પુષ્ટિજીવનું ચિત પોતાની હથેલીમાં લઇને પ્રભુને સોંપે છે. એ ચિતને ઠાકોરજી કયારેય પણ પાછુ વાળતા નથી.
વલ્લભાખ્યાન કથા શ્રવણ કરવા પધારેલ ગુજરાત રાજયના પૂર્વ મંત્રી હાલના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, પ્રદેશ કોંગ્રેસ મહીલા મોરચાના અઘ્યક્ષતથા કોપોરેટર ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા વિગેરેનું પૂ.પા.ગો. દિપશીખા વહુજીએ ઉપરણા ઓઢાડી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. તેમજ આયોજનને સફળતા આપવા ભારે જહેમત ઉઠાવનાર સૌ સેવા કાર્યરત ભાઇ-બહેનોનું ઉપરણા ઓઢાડી પુ.પા.ગો. વ્રજેશકુમાર માહારાજએ આશીર્વાદ પ્રદાન કરેલ.
પૂ.પા.ગો. વ્રજે શકુમાર મહારાજએ વધાઇ આપતા જણાવેલ કે આવતા વર્ષ મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવ દરમ્યાન ભવ્ય અને દિવ્ય માધુર્યભર્યુ ગીત ગોવિંદ ગ્રંથ કથાનું પૂ.પા.ગો. દિપશીખા વહુજીના મુખેથી રસપાન કરાવવાનું આયોજન થયેલ છે. જેને સૌ ઉ૫સ્થિત શ્રોતાજનોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધેલ.
સમગ્ર આયોજનને સફળ બનાવવા વ્રજધામ ગ્રુપના ગોવિંદભાઇ દાવડા, હિતેશભાઇ રાજપરા, જીતેશભાઇ રાણપરા, સુખલાલભાઇ માંડલીયા, સુભાષભાઇ શીંગાળા, સુરેશભાઇ ટાંક, સમીરભાઇ શીંગાળા, કેતનભાઇ પારેખ, હર્ષદભાઇ ફીચડીયા, નવીનભાઇ ચંદે, પ્રવીણભાઇ પાટડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.