અમેરિકાના ટેકસાસમાં રહેતી ૧૭ વર્ષની યુવતી મૈકી કયુરીને પોતાના લાંબા પગ માટે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નામ નોંધાવી વિક્રમ સજર્યો છે.
૬ ફૂટ ૧૦ ઈંચ લાંબી મૈકીએ વિશ્ર્વમાં સૌથી લાંબા પગનો રેકોર્ડ નોંધાવ્યો છે. અત્યાર સુધી રશિયાની એકાતેરીના લિસિના ૫૨.૨ ઈંચ લાંબા પગનો રેકોર્ડ હતો તે હવે મૈકીએ તોડયો છે.
ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝની વેબસાઈટમાં જણાવ્યા મુજબ મૈકીનું કહેવું છે કે કેટલાક લોકો પોતાના શરીરની શારીરીક વિશેષતાઓ ધરાવતા હોય છે. પણ આવા લોકો આમ ટે શરમ અનુભવતા હોય છે. પણ હકિકતમાં આવા લોકોએ પોતાની જાતને અલિપ્ત રાખવી જોઈએ નહી કે સમાજથી ડરીને કે શરમ અનુભવી દૂર રહેવું જોઈએ નહી મારે આ રેકોર્ડ અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડશે.
મૈકીની માતા કહે છે કે તે જયારે ૧૮ માસની હતી ત્યારે જ તે ૨.૧૧ ફૂટ લાંબી હતી. આ વખતે જ મને અહેસાસ થયો કે તેણી અન્ય બાળકોની સરાખામણી એ વધુ લાંબી છે. તેણીનો જમણો પગ ૧૩૪.૩ સેમી અને ડાબો પગ ૧૩૫.૩ સેમી લાંબો છે.
મૈકીને પોતાના લાંબા પગ માટે કેટલીક મુશ્કેલીઓ પણ પડી રહી છે. પરંતુ તેમ છતાં તેણી પોતાની લાંબા પગની વિશેષતાનો લાભ પણ લઈ રહી છે. મૈકીની ઉંચાઈ તેના પરિવારમાં સૌથી વધુ છે. તેની માતા અને ભાઈની સરખામણીએ ઘણી લાંબી છે. અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જાણીતી છે.