મચ્છુ જળહોનારતના ૪૩ વર્ષ પછી પણ સાચો મૃત્યુઆંક હજી પણ ધરબાયેલ

 

“જળ એજ જીવન “અને આ જ જળ જયારે વિનાશ નોતરે ત્યારે ગુજરાતી સાહિત્યના મહાન કવિ કલાપીની પંક્તિ યાદ આવ્યા વિના રહેતી નથી કે  “ જે પોષતું તે મારતું. મોરબી શહેરમાં પણ આ મહાન કવિએ કરેલું કથન આજથી ૪૩ વર્ષ પહેલા પુરવાર થયું હતું. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમાં વરસાદની સતત થઈ રહેલી આવકને ડેમ સંગ્રહી ના શકતા ડેમ ફાટ્યો હતો અને માત્ર બે કલાકમાં તો મોરબીને સ્મશાન બનાવી નાખ્યું હતું.

hqdefault 1

મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળા ઇતિહાસ તરીકે ઓળખાતી. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ની મરછુ જળપ્રલય દુર્ઘટનાની આજે ૪૩ મી વરસી છે. મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા વેરનાર મચ્છુની એ ઘટનાને યાદ કરીને આજે પણ લોકો ધ્રુજી જાય છે. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના એ દિવસે મોરબીમાં જનજીવન સામાન્ય હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-૨ ડેમ તૂટવાની સાથે મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું. મરછુ પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોટ બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.

maxresdefault 9 1

મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મરછુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.

morvi1

મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ કહી શકાય તેવી આ ઘટનાની  ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મરછુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી.

ocean 3605547 480

સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક અવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું.

Screenshot 1 25

મરછુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખ માંથી ભય સાથે લાચારીના પૂર વહે છે.

૧૧ ઓગસ્ટ ૧૯૭૯ એ દિવસે ૨૫ ઇંચ વરસાદ વરસ્યો. મચ્છુ નદીમાં વિદ્યુતવેગી પૂર આવ્યા અને તેના પરિણામે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ મચ્છુમ-૨ ડેમ તૂટી ગયો. જળ હોનારત સર્જાઇ. મોરબી શહેર ઉપરાંત  મોરબી-માળીયા તાલુકાનાં ૬૮ ગામડાઓની ૧,૫૩,૦૦૦ ની વસતિને ભારે અસર પહોંચી.

મોરબી શહેરમાં આંધી ઉભી થઇ ગઇ હતી. આ ભયાનક હોનારતમાં મોટી સંખ્યામાં માણસોએ જાન ગુમાવ્યા, પશુધનનો વિનાશ થયો, પાકને પારાવાર નુકશાન થયુ, પાણી પુરવઠાની અને વીજળી તથા ટેલીફોન વ્યાવસ્થા તૂટી પડી.આ કરૂણ ઘટનાને ૩૯ વર્ષ પૂરા થયા છે. ૩૯ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી.

Screenshot 2 19

૧૧ ઓગસ્ટ ૧૯૭૯ નો એ દિવસ અને સમય હતો બપોરે ૩.૧૫ એ જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ-ત્રણ દિવસથી લગાતાર વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-૨ ડેમ તુટ્યો છે તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે ૦૩.૩૦ કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું.

હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને, મિલકતોને ક્યાંય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલને જોઈ રહ્યો હતો.

૧૦ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ એક દિવસમાં ૨૫ ઇંચ વરસાદ પડ્યો હતો અને ડેમમાં પાણી છોડવાની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ હતી તો વરસાદની પાણીની આવક તેમજ ઉપરવાસની આવક વધી જતા ડેમ પાણીના પ્રવાહને સમાવી ના સકતા ડેમની દીવાલ ધરાશાયી બની હતી અને પાણીના ધસમસતા પ્રવાહે શહેરમાં તારાજી સર્જી હતી.ત્યારે આ કરૂણ ઘટનાને યાદ કરીને આજે પણ આંસુ આવી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.