જીલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન મુજબ ચકાસણી અને ટ્રાન્સપોર્ટેશન
જામનગર જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે તા.૯મી ડીસેમ્બરના દિને મતદાન છે. તે પૂર્વે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટે ચુંટણી તંત્ર દ્વારા તમામ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. તમામ બેઠકો માટે ઇવીએમ અને વીવીપેટ રવાના કરવાની સંપૂર્ણ કામગીરી મંગળવારે હાથ ધરવામાં આવેલી.
જીલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકોમાં મતદાનમાં જે ઇવીએમ તથા વીવીપેટ નો ઉપયોગ કરવાનો છે અને વધારાના મશીનો તરીકે રાખવાના છે તે તમામ મશીનોનું રેન્ડ માઇઝેશન કરી ચકાસણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચકાસણી થઇ ગયા બાદ આ તમામ મશીનોને જુદા જુદા સ્થળે પહોચાડવામાં આવ્યા છે. તમામ મશીનોને સીલ કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી જીલ્લાના મુખ્ય ચુંટણી અધિકારી રવિશંકરની દેખરેખ હેઠળ નાયબ ચુંટણી અધિકારી ચેતન ગાંધી પ્રાંત અધિકારી સોલંકી શહેર મામલતદાર નંદાણીયા વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા.