તાજેતરમાં મશીન ટુલ્સ મેન્યુફેકચરર્સ એસો. રાજકોટની વર્ષ ૨૦૧૮-૧૯ ની વાર્ષિક સાધારણ સભા હોટલ રીજેન્ટા આર. પી.જે. રાજકોટ ખાતે મળેલ હતી.
આ મીટીગનું સંચાલન એસો.ના ડાયરેકટર દેવલ ઘોરેચાએ કરેલ. આ મીટીંગમાં એસો.ના સેક્રેટરી તેજસ દુદકીયાએ ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની મીનીટસ વાંચેલ, આ ઉપરાંત એસો.ના પ્રમુખ રાજુભાઇ ભંડેરી તથા અન્ય કારોબારી સભ્યો દ્વારા બેરીંગ, ડીરેકટરી, મેમ્બરશીપ તથા એકઝીબીશન કમીટીનો અહેવાલ તથા એસો.ના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ. તથા એસો.ના નવા વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ માટેના બીન હરીફ કારોબારી સભ્યોના નામ તથા તેમના હોદાની જાહેરાત કરવામાં આવેલ છે.
જેમાં યોગીન છનીયારા પ્રમુખ, હરેશ પટેલ ઉપપ્રમુખ, તેનજ દુદાકીયા સેક્રેટરી, દેવલ ઘારેચા જો. સેક્રેટરી, કનકસિંહ ગોહીલ ખજાનચી, સચીન નગેવાડીયા, બ્રીજેશ સાપરીયા, કરણ પરમાર, પીયુષ ડોડીયા, અશ્ર્વીન કવા અને કેતન ગજેરાની ડાયરેકટર તરીકે વરણી કરવમાં આવી છે.