• રાજકોટનાં આંગણે 350થી વધુ કંપનીઓનો થશે જમાવડો
  • મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જીંગ, ઓટોમેશન ફોર્જીંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન

વિશ્વ આખું જયારે ‘મેક ઈન ઈન્ડીયા ’ અને ‘મેડ ઈન ઈન્ડીયા ’ ના રંગે રંગાયુ છે ત્યારે દુનીયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જુએ છે , તેવા સમયમાં રાજકોટના એનએસઆઈએસ  ગ્રાઉન્ડ ખાતે તારીખ 21 થી 24 સપ્ટેમ્બર , 2022 દરમ્યાન Rajkot Machine Tools Show 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે . જેમાં મેટલ કટીંગ , ફોર્મિંગ , ઓટોમેશન ફોજીંગુ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્પણનું કેન્દ્ર બને છે . છેલ્લા ઘણા વર્ષોથી  રાજકોટ મશીન ટુલ્સ શો 2022  જનમાનસમાં અનોખું સ્થાન ધરાવે છે જેને લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળતો રહયો છે.

DSC 2208

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા હરેશભાઈ જણાવ્યું હતુ કે 8 મો રાજકોટ મશીન ટુલ્સ શો  2022 એકઝીબીશન ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું ત્રીજા નંબરનું મોટુ એકઝીબીશન તથા ઓપન ગ્રાઉન્ડમાં સૌથી મોટુ એક્ઝીબીશન છે.

આ પ્રદર્શન કુલ 50,000 ચો.મી. એરીયામાં થનાર હોય જેમાં ભારત તથા યુ.એસ.એ. , જર્મની , નેધરલેન્ડ , સ્વીઝરલેન્ડ , સાઉથ આફીકા , યુ.કે. , તુર્કી , સ્પેન , તાઈવાન , ચાઈના , જાપાન , કોરીઆ , ઈટાલી , યુ.એ.ઈ. , થાઈલેન્ડ અને સિંગાપોર જેવા અલગ અલગ દેશોની 350 થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલ છે. આ પ્રદર્શનની મુલાકાતે અંદાજે 4પ000 થી વધારે મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે. વિશ્વ સ્તરીય વ્યાપાર કરવા માટે અને ખુબજ તેજીથી બદલાતી તેમજ અત્યંત આધુનિક ટેકનોલોજી અને પ્રોડકટસને જાણવા અને માણવાની સુવર્ણ તક આ 8મો રાજકોટ મશીન ટુલ્સ શો 2022માં આપ સૌને આવકારવા તત્પર છે.

કે.એમ.જી. બીઝનેશ ટેકનોલોજી અમદાવાદ અને  મશીન ટુલ્સ મેન્યુફેકચર એસોસીએશન રાજકોટના સંયુકત ઉપક્રમે વર્ષ 2006થર રાજકોટ મશીન ટુલ્સ શો ની શુભ શરૂઆત થઈ , જેને અનન્ય પ્રતિસાદ મળતો ગયો અને રાજકોટ મશીન ટુલ્સ શો

ઔદ્યોગીક ક્ષેત્ર માટે આકર્ષણનું સ્થાન બન્યું મશક્ષન ટુલ્સ મેન્યુફેકચર એસો. રાજકોટ એક એવું સંગઠન છે જે મશીન ટુલ્સ ઉત્પાદક કંપનીના વિકાસની ચિંતા તેમજ ચિંતન કરે છે. કે.એમ.જી. કંપની વ્યાપાર ટેકનોલોજીના પ્રદર્શનમાં પોતાનું અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.

આ સમગ્ર એકઝીબીશન માટે  મશીન ટુલ્સ મેન્યુફેકચર એસોસીએશન રાજકોટ ના હોદેદારો  યોગીનભાઈ છનીયારા (પ્રમુખ),  હરેશભાઈ પટેલ (ઉપ પ્રમુખ) , તેજસ દુદીયા (સેક્રેટરી), દેવલભાઈ ઘોરેચા (જો.સેક્રેટરી), કનકસિંહ ગોહીલ (ખજાનચી) તથા એસોસીએશનના ડાયરેક્ટરો  સચીનભાઈ નગેવાડીયા , બ્રીજેશભાઈ સાપરીયા , કરણભાઈ પરમાર, પીયુષભાઈ ડોડીયા , અશ્વિનભાઈ કેતનભાઈ ગજેરા, બીપીનભાઈ સિધ્ધપુરા , ઘનશ્યામભાઈ પરમાર , હરેશભાઈ ડોડીયા અને  કેએમજી બીઝનેશ ટેકનોલોજી અમદાવાદ ના  કમલેશભાઈ ગોહીલ, અમીતભાઈ મિસ્ત્રી તથા તેમની ટીમ  અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

  • રાજકોટ મશીનરી ઉત્પાદનમાં જર્મનથી શ્રેષ્ઠ, વિશ્ર્વમાં માંગ: યોગિનભાઇ છનિયારા

ghb

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરની મંજીલે પહોંચાડવા માટે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાએ રફ્તાર પકડી છે ત્યારે રાજકોટ ખાતે યોજાનારા મશીન ટુલ્સ મેન્યુ.એશો.ના યોગિનભાઇએ જણાવ્યું હતું કે રાજકોટ દાયકાઓથી મશીન ટુલ્સના ઉત્પાદનમાં જાણિતી છે. અત્યારે વિશ્ર્વમાં રાજકોટ જર્મનીને ટક્કર મારે છે. અહિંના માલની ગુણવત્તા વિશ્ર્વમાં વખણાય છે. અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, સ્વીઝરલેન્ડ, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, તુર્કી, સ્પેન, તાઇવાન, ચીન, જાપાન, ઇટાલી, કોરિયા, દુબઇ, થાઇલેન્ડ જેવા દેશો અને 350થી વધુ કંપનીઓ રાજકોટમાં પ્રદર્શનમાં 50 હજાર ચોરસ મીટરના વિશાળ ડોમમાં એકત્રિત થશે ત્યારે રાજકોટ વિશ્ર્વ વેપારની કડી બનશે. આધુનિક ટેકનોલોજી અને નવા ઉત્પાદનોને જાણવા-માણવાની તક રાજકોટ મશીન ટુલ્સ શો-22માં ઉપલબ્ધ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.