• રાજકોટ મશીન ટુલ્સ એસો. અને કે.એન્ડ.ડી. કોમ્યુનિકેશનના હોદેદારો દ્વારા તડામાર તૈયારી
  • સમગ્ર એકઝીબિશનમાં ફાયર સેફટી માટે વિવિધ સાધનોની સુદ્દઢ  વ્યવસ્થા: મશીન ટુલ્સ એસો.ના પ્રમુખ યોગીન છનિયારા

રાજકોટના આંગણે બે વર્ષ બાદ મશીન ટુલ્સ એસોસીએશન અને કે એન્ડ ડી કોમ્યુનિકેશન દ્વારા આગામી તા.25 થી 28 સપ્ટેમ્બરના રોજ એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલા મશીન ટુલ્સ એકઝીબિશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મશીન ટુલ્સ એસો.ના પ્રમુખ યોગીન છનિયારાના જણાવ્યા મુજબ એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આ એકઝીબિશન માટે 750 ફુટ લાંબા 2 જર્મન ડોમ એ.સી. ડોમ,  4 જેટલી ઇમ્પોર્ટડ કેમિકલ ટોયલેટ વેન, જરૂરિયાત મુજબ સિમેન્ટ ફ્લોરિંગ, વિશાળ પાર્કિંગ, રજિસ્ટ્રેશન ઓફિસો, ફૂડ કોર્ટ બની રહ્યા છે. સમગ્ર એક્સિબિશનને ફાયર સેફ્ટીનું ખુબ જ ધ્યાન રાખવામાં આવેલ છે.  જેના માટે વિવિધ સાધનો અને ફાયર એક્ઝિટનું વ્યવસ્થા કરવામાં આવેલી છે. મશીન ટૂલ્સ એસોસિએશનનીનું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવેલ છે. જેમાં મશીન ટૂલ્સ એસોસિએશન દ્વારા થતા કાર્યો બતાવવામાં આવશે. મશીન ટુ એસોસિએશનના કારોબારી સભ્યો દ્વારા વિવિધ સમિતિઓ બનાવવામાં આવેલી છે.

મશીન ટુ એસોસિએશન અને કે.એન.ડી ગ્રુપના અત્યારે એક્ઝિબિશન માટે અંદાજે 300થી વધુ કામદારો કામ કરી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી ગ્રાઉન્ડ પર જેસીબી અને રોડ રોલર દ્વારા ગ્રાઉન્ડ લેવલિંગનું કાર્ય ચાલી રહ્યું છે. હવે ફક્ત ત્રણ દિવસ બાકી હોય આ ભવ્ય એક્ઝિબિશનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સિક્યુરિટી એજન્સી હાઉસ કીપિંગ એજન્સી કેટરીંગ એજન્સી મશીનરી લોડીંગ અને લોડિંગ એજન્સી મંડપ એજન્સી ઈલેક્ટ્રિકલ એજન્સી હાઇડ્રોલિક અને ન્યૂમેટીક એજન્સી ડેકોરેશન એજન્સી નર્સરી એજન્સીનો અત્યારે 300 જણાનો સ્ટાફ ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યો છે.

આજથી  500થી વધુ સ્ટોલ હોલ્ડરોના મશીનો રાજકોટ ખાતે આવી જશે અને તેઓના સ્ટોલ પર મશીનો મુકવાની કામગીરી ચાલુ થઈ જશે. આ સમગ્ર આયોજનમાં મશીન ટૂલ્સ એસોસિએશનના પ્રમુખ યોગીન છનિયારા, ઉપપ્રમુખ હરેશભાઈ પટેલ, સેક્રેટરી તેજસ દુદકીયા, જો.સેક્રેટરી દેવલભાઈ ઘોરેચા, ખજાનચી કનકસિંહ ગોહીલ તથા એસોસીએશનના ડાયરેક્ટરો સચીનભાઈ તગેવાડીયા, બ્રીજેશભાઈ સાપરીયા, કરણભાઈ પરમાર, પીયુષભાઈ ડોડીયા, અશ્વિનભાઈ કવા, કેતનભાઈ ગજેરા, બીપીનભાઈ સિધ્ધપુરા, ઘનશ્યામભાઈ પરમાર, હરેશભાઈ ડોડીયા, રવિ મારૂ અને કે.એન્ડ ડી ક્મ્યુનીકેશન લી. ના કમલેશભાઈ ગોહીલ, અમીતભાઈ મિસ્ત્રી તથા તેમની ટીમ કાર્યરત છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.