મેડિકલમાં ટેકનોલોજીનો સહારો
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ એન્ડોસ્કોપીની પ્રેકટીસ કરતા વિઘાર્થીઓ માટે ‘ઇન્ડોમીજક’ નામનું મશીન વિકસાવ્યું છે. માટે હવે ભાવિક ડોકટરોએ એન્ડોસ્કોપી શીખવા માટે પશુ કે પછી મનુષ્યના શરીરની જરુરીયાત પડશે નહી જણાવી દઇએ કે એન્ડોસ્કોપી એક એવી મેડીકલ પ્રક્રિયા છે જેમાં કેમેરા ધરાવતી ટયુબના માઘ્યમથી લોકોના શરીરની અંદરના ઓર્ગેનિઝમની રચના તેમજ રોગ, સોજો, બેકટેરીયાની સ્થિતિ જાણી શકાય છે. ઇન્ડોમિમ્ક બનાવવાનો હેતુ ભાવિ ડોકટરોની ટેનીંગનો છે. હવે તેમણે પ્રેકટીસ માટે જીવનો સહારો લેવા પડશે નહી માત્ર ર્વચુઅલ ટચ અને ગ્રાફિકલ વિચ્યુઅલથી તેઓ એન્ડોસ્કોપીની પ્રેકટીસ કરી શકશે જે મેડીકલ ડાયગ્નોલિસ અને ટ્રીટમેન્ટ માટે ઉ૫યોગી બનશે આ પ્રક્રિયાને નિભાવવા માટે ડોકટરો પાસે હાય ડીગ્રી અને પુરી પ્રેકટીસ જરુરી છે. પ્રોજેકટની શરુઆત મેકેનીકલ એન્જીનીગરીગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર જી.કે. અનંથાસુરેશે કરી હતી ઇન્ડોમિમ્સ પ્રથમ સિમ્યુલેટર મશીન નથી.
પરંતુ આ મશીન નોવેલ સિસ્ટમ પર આધારીત છે જે વી.આર. મોડલ અને સાધનોથી ટ્રેનીંગ માટે ઉપયોગી બને છે. જો કે ટ્રેનીંગ સેશન માટે ટેકનોલોજી પડકાર બની શકે છે. પરંતુ તે વર્ચુઅલ એન્વારમેન્ટ કરતા સારો વિકલ્પ છે. મેડીકલને સમૃઘ્ધ બનાવવા ટ્રેનીંગ માટે વિકસાવેલી મોડયુલ સિસ્ટમ ખુબજ મહત્વની બનશે ભવિષ્યમાં મેડીકલ ક્ષેત્રે પણ ટેકનોલોજી માટેની અઢળક તકો રહેલી છે.