૪૨ વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને. જયારે મચ્છુ-૨ ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને ૪૨-૪૨ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી.
મચ્છુ-૨ ડેમ હોનારતએ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મીરબીમાં સર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ ડેમ તૂટતા મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું. મોરબીમાં ખુબજ નુકશાન થયું અનેકના મકાનો, દુકાનો પડી ભાંગ્યા તેમજ અનેકના ઘર પરિવારના લોકો પાણીમાં તણાયા વિવિધ અંદાજો અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા.જે ઘટનાને મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યાં નથી.
અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી ડેમની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા ડેમ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨ થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે ડેમથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. ડેમના ફરીથી બાંધકામ સમયે ડેમની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.
આ ડેમ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ ડેમ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.
બીજું મોરબીવાસીઓ તા. ૧૧/૦૮ ના રોજ બપોરે ૪ વાગ્યે મૃત્યુ પામેલાની યાદમાં એક મૌન રેલી યોજે છે જે રેલી મણીમંદિરના પટાંગણ સુધી જાય છે અને આ જળ હોનારતની ખાંભીએ પોતાના ગુમાવેલા સ્વજનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપે છે.
આ ડેમ તૂટવાની ઘટના કુદરતી આફત હતી વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી. પુરના પાણી ઉતર્યા બાદ અનેક પરિવારના લોકોના મૃતદેહો રસ્તે રઝળતા કોહવાયેલા જોવા મળી આવ્યા હતા. ત્યાર બાદ અનેક માંદગીનો પણ સામનો કરવો પડ્યો હતો. આમ મચ્છુ-૨ ડેમના તૂટવાથી મોરબીની સ્થિતિ પાયમાલ થઈ ગઈ હતી.
અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.
આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.
નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું હતું.
મોરબી હોનારત સમયે પ્લાટુન કમાન્ડર તરીકે નરેન્દ્ર જાનીની સરાહનીય સેવા
11 ઓગસ્ટ 1979 નો દિવસ એ મોરબી માટે ખુબ ભયાનક અને તારાજી સર્જનાર દિવસ હતો. આ દિવસે મોરબીનો મચ્છુ નદીનો ડેમ તૂટવાના કારણે મોરબી મચ્છુ હોનારત સર્જાઈ હતી. આ મોરબી હોનારત સમયે ગુજરાતમાં બાબુભાઈ પટેલની સરકાર હતી. આ હોનારત ખુબ ભયાનક અને માનવીના અસ્તિત્વની ખુબ વરવી ઘટના હતી. મોરબી હોનારત સમયે રાજકોટ જીલ્લાના પૂર્વ હોમગાર્ડ કમાન્ડર એવા નરેન્દ્રભાઈ જાની (એન.ડી. જાની) એ પ્લાટુન કમાન્ડર તરીકે ખુબજ સરાહનીય સેવા કાર્ય કર્યું હતું. મોટા મામાના આ સેવા કાર્ય માટે તેમને વર્ષ 1991 માં ગુજરાત રાજયના રાજયપાલ દ્વારા રાજયપાલ ચંદ્રકથી સન્માનવામાં આવ્યા હતા.નરેન્દ્રભાઈ જાની (એન.ડી. જાની) એ આવા અસંખ્ય લોક અને રાષ્ટ્રહિતના કાર્યો થકી સમગ્ર સમાજ અને કુટુંબમાં પોતાની સુવાસ ફેલાવી છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પ્રદેશ મંત્રી તથા જનસંઘના પાયાના પથ્થર તરીકે મીસાવાસી તરીકે રાષ્ટ્ર કાર્ય માટે સદૈવ કાર્યરત રહ્યા હતા.