આગામી ટી-20 વિશ્વકપને ધ્યાને લઈ ટીમમાં બદલાવ લાવો ખૂબ જ જરૂરી નવોદિતોને મળશે તક
ઓસ્ટ્રેલિયા ખાતે રમાયેલા 20-20 વિશ્વ કપમાં ભારતનો કારમો પરાજય જે થયો તેનાથી ઘણા પ્રશ્નો ઉદભવિત થયા છે ત્યારે હવે પ્રશ્ન એ છે કે આગામી વર્ષ 2024 માં જે ટી20 વિશ્વ કપ રમાશે તેમાં ભારતીય ટીમનું સુકાની પદ હાર્દિક પંડ્યાને સંપૂર્ણ રીતે સોંપી દેવું જોઈએ. અંગેની માહિતી ભૂતપૂર્વક સિલેક્શન કમિટીના ચેરમેન શ્રીકાંતએ વર્ણવી હતી. એટલું જ નહીં નવોદિતોને પણ હવે આગામી વિશ્વ કપમાં તક આપવામાં આવશે જેની શરૂઆત ભારતીય ટીમ એ આગામી સપ્તાહથી શરૂ થતી ન્યૂઝીલેન્ડ સિરીઝથી જ ચાલુ કરી દેવી જોઈએ.
ભારત ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી ટ્વેન્ટી અને ત્રણ વન-ડે મેચ રમશે અને આગામી સિરીઝથી જ હાર્દિક પંડ્યા ટી ટ્વેન્ટી નું સુકાની પદ સંભાળશે માટે હવે દરેક ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને સુકાની પદ સોંપવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. શ્રીકાંત એ જણાવ્યું હતું કે જો તે સિલેક્શન કમિટીના ચેરમેન પદ ઉપર હોય તો તે હાર્દિક પંડ્યાને જ ટી20 ના સુકાની તરીકે જાહેર કરી દે કારણકે ટીમનું બેલેન્સ ની સાથે નેતૃત્વ ક્ષમતા હાર્દિક પંડ્યામાં સૌથી વધુ જોવા મળી રહી છે અને તેની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલ પણ જીત્યો છે.
તૈયારી માટે ભારતીય ટીમ પાસે બે વર્ષનો સમય છે ત્યારે ટીમ ટ્રાયલ અને એરર પોલીસીને ખૂબ સહજતાથી અપનાવી શકશે અને યોગ્ય પરિણામ લાવવા માટે મહેનત પણ કરશે. બીજી તરફ શ્રીકાંતે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય ટીમ એ ફાસ્ટ બોલરો ઉપર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે
આ પૂર્વે ભારત જે 1983 નો વિશ્વ કપ ત્યારબાદ 2011 નો વિશ્વ કપ ત્યારબાદ 2007નો જે ટી20 વિશ્વ કપ તેઓ તેમાં ફાસ્ટ બોલરોનું પ્રદાન ખૂબ વધુ જોવા મળ્યું છે એટલું જ નહીં ભારતીય ટીમ એ હવે પોતાની પ્રેસ બેટરી ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને એ પ્રકારના ખેલાડીઓનું ચયન પણ કરવું પડશે જે વર્ષ 2024 માટે ભારતીય ટીમમાં સહભાગી થઈ શકે અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે.