ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પેશ્યલ કોર્ટમાં કોડનાનીના બચાવ પક્ષ તરીકે આપી જુબાની

નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવ પક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સ્પેશ્યલ કોર્ટમાં હાજર રહ્યાં હતા. જયાં શાહે માયાબેન કોડનાનીના સમર્થનમાં જુબાની આપી હતી અને કહ્યું હતું કે, નરોડા ગામના બનાવ સમયે માયાબેન વિધાનસભામાં હાજર હતા. ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલે પણ તેઓ મળ્યા હતા.અમિત શાહ ૪૦ મીનીટ સુધી કોર્ટમાં રહ્યાં હતા. શાહે સ્પેશ્યલ કોર્ટના જજ પી.બી.દેસાઈ સમક્ષ ગીતાના શપથ લઈને જુબાની આપી હતી. કોર્ટ કાર્યવાહી દરમિયાન જજે શાહને તેમનું નામ પુછયું હતું. ત્યારબાદ શાહે જણાવ્યું હતું કે, ૯:૩૦ થી ૯:૪૫ સુદી વિધાનસભાની સોલા સિવિલ હોસ્પિટલે ગયો હતો તે સમયે ત્યાં મૃતદેહો લાવવામાં આવ્યા હતા. આ દિવસે મને ઘણા ફોન કોલ્સ આવ્યા હતા. સોલા મારો મત વિસ્તાર હોવાથી સોલા સિવિલ હોસ્પિટલે ગયો હતો. ૨૮મીએ સવારે ૭:૧૫ કલાકે વિધાનસભા જવા રવાના થયો હતો. સવારે ૮:૩૦ વાગ્યાનું વિધાનસભાનું સત્ર હતું. મારી ગાડીમાં ગયો હતો, તે સમયે વિધાનસભામાં અધ્યક્ષની સાથે તમામ સભ્યો હાજર હતા. વિધાનસભામાં ગોધરાકાંડમાં માર્યા ગયેલા મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી તે સમયે માયાબેન વિધાનસભામાં હાજર હતા.અહીં નોંધનીય છે કે, ગોધરાકાંડના બીજા દિવસે (૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨) નરોડા પાટીયાની નજીક આવેલા નરોડા ગામમાં ૧૧ લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં માયાબેન સહિત ૮૨ લોકો સામે ટ્રાયલ ચાલી રહી છે. એ સમયે માયાબેન ગુજરાત સરકારમાં મંત્રી પદે હતા. આજે શાહે નિવેદનમાં કહ્યું હતું કે, ગોધરાકાંડના મૃતકો અને ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાથી ૯:૩૦ થી ૯:૪૫ સુધીમાં હું સોલા સિવિલ હોસ્પિટલો પહોંચ્યો ત્યાં પોર્સ્ટ મોર્ટમની પ્રક્રિયા ચાલતી હતી. હોસ્પિટલથી બહાર નીકળતો હતો ત્યારે માયાબેન હોસ્પિટલ આવ્યા હતા. મને ગાડી ચલાવતા આવડતું નતી, ટોળાએ મને ઘેરી લીધો હતો, મારી ગાડી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હોવાથી પોલીસ ગાડીમાં બહાર આવ્યો હતો. માયાબેનને પણ એજ રીતે બહાર લાવ્યા હતા. સિવિલ પછી માયાબેન કયાં ગયા તેની મને જાણ નથી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.