વડોદરાના પાદરા તાલુકાના મોભા ગામમાં આવેલું માઁ લીલાગરીનું મંદિર ભકજણોમાં બન્યું ભારે આકર્ષણનું કેન્દ્ર
અત્યાધુનિક ટેક્નોલોજીના જમાનાની રેસમાં અત્યારે મનુષ્ય પૈસા પાછળ દોડતો દેખાઈ આવતો હોય છે પણ મનુષ્યના જીવનમાં દેવી દેવતાં પહેલા બીજું કઈ જોવા મળતું નથી.
કઈ પણ નવું કાર્ય કરતા પહેલા અથવા કોઈ નવીન કાર્ય કરતા પહેલા કુળની દેવી ને યાદ જરૂર કરતા હોય છે અને તેનું સ્મરણ અને પૂજા વિધિ પણ બ્રાહ્મણ ધ્વારા કરાવતા હોય છે.
તેમાં હાલ પાદરા તાલુકાનું મોભા ગામ માઁ લીલાગરી ના પરચાઓથી ઓળખાય છે અને મેહુલભાઈ અમીન જેવા માણસને તો માતાજીનો અનેરો પરચો મળ્યો હતો કે એક કુવામાં બેઠેલી માઁ રાતે સ્વપ્નમાં આવી માતાજીને બહાર કઢાવી અને બીજા દિવસે સૂકા ઝાડ ને લીલું કરી બતાડ્યું તેથી આ માતાનું નામ લીલાગરી કહેવાયું આજે પણ કહેવત છે માઁ લીલાગરી ની કે લીલાગરી કરશે એવું બીજી કોઈ માતા નહિ કરી શક
અને એ માતાના સાનિધ્યમાં આજરોજ માતાજીના મંદિરે અન્નકૂટ ધરાવી મેહુલભાઈ જેવા મંદિરના ટ્રસ્ટીઓ તથા ગ્રામજનો સેવામા હાજર રહી પોતાની જાતને ધન્ય માની રહ્યા છે અને આમતો દરરોજ માતાજીના દર્શને કેટલાયે ભક્તજનો દર્શને આવતાજ હોય છે પ્રરંતુ રવિવારના રોજ માતાજીના સાનિધ્યમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી બહાર ગામોમાંથી આવેલ દર્શનાથીઓ ભૂખ્યા ના જાય.
સોલંકી બળદેવસિંહ