મોરબી : કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
મા-કાર્ડની મુદ્દત 31 જુલાઇ સુધી લંબાવાઇ : કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧,૦૩,૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.